2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી

Oct 02, 2018 | 4:46 PM

હિન્દુ ધમમાં કુંભ મેળાનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભના પવિત્ર સ્થળ હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિકમાં સ્નાન કરવા માટે એકત્ર થાય છે. કુંભનો સંસ્કૃત અર્થ કળશ થાય છે તેમજ કુંભનું આયોજન દર 12 વર્ષના સમયગાળામાં થાય છે. પ્રયાગમાં બે કુંભ મેળાની વચ્ચે, દર છ વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે. […]

2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી

Follow us on

હિન્દુ ધમમાં કુંભ મેળાનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભના પવિત્ર સ્થળ હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિકમાં સ્નાન કરવા માટે એકત્ર થાય છે. કુંભનો સંસ્કૃત અર્થ કળશ થાય છે તેમજ કુંભનું આયોજન દર 12 વર્ષના સમયગાળામાં થાય છે.
પ્રયાગમાં બે કુંભ મેળાની વચ્ચે, દર છ વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળાનો પ્રારંભ મકર સંક્રાંતિથી થાય છે. આ દિવસે જે યોગ બને છે તેને કુંભ સ્નાન યોગ કહેવામાં આવે છે. કુંભ અંગે પ્રાચીન સમયથી એવી માન્યતા રાખવામાં આવી રહી છે, કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અથવા તો ત્રણ વખત ડૂબકી લગાવવાથી તમામ જૂના પાપો પણ ધોવાઇ જાય છે. તેમજ મનુષ્યને જન્મ-પુર્નજન્મથી મૃત્યુ મોક્ષ પ્રાપ્ત થાય છે.
2019માં સંગમ નગરી અલ્હાબાદમાં યોજાનાર કુંભ મેળાની તારીખ જાહેર થઇ છે. જો તમે પણ તેની મુલાકાત લઈ, ત્યાં સ્નાન કરવા ઇચ્છતાં હોવ તો આ તારીખ નોંધી લેજો.
14-15 જાન્યુઆરી – મકર સંક્રાતિ(પહેલું શાહી સ્નાન)
21 જાન્યુઆરી- પોષ પૂનમ
31 જાન્યુઆરી- પોષ એકાદશી સ્નાન
04 ફેબ્રુઆરી- મૌની અમાસ (મુખ્ય શાહી સ્નાન, બીજું શાહી સ્નાન)
10 ફેબ્રુઆરી- વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
16 ફેબ્રુઆરી – મહા એકાદાશી
19 ફેબ્રુઆરી – મહા પૂનમ
04 માર્ચ – મહા શિવરાત્રી
Next Article