Armano Ki Chitthi: ભણેલા-ગણેલા બેકારનો નાંણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

Armano Ki Chitthi: ભણેલા-ગણેલા બેકારનો નાંણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:32 PM

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઈને દેશભરના લોકો નાણામંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા રાજસ્થાનના સીકરનો રહેવાસી સંતોષ નાણાપ્રધાનને પત્ર લખ્યો છે, આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.

”મારું નામ સંતોષ છે. રાજસ્થાનના સીકરનો રહેવાસી છું. મેં સરકારી સાયન્સ કૉલેજમાંથી B.Sc.ની પરીક્ષા પાસ કરી છે. નવેક મહિના થઈ ગયા…, પણ નોકરીના ઠેકાણા નથી. છેક જેસલમેર સુધી લાંબો થયો…, પણ નોકરી ના મળી.

આ પણ વાંચો :Armano Ki Chitthi: કામવાળા બહેનનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

અત્યારે જયપુર જઈ રહ્યો છું…, એક ઈન્ટરવ્યૂ છે. મોબાઈલ પર સમાચાર વાંચતા-વાંચતા જાણવા મળ્યું કે, તમે બજેટ બનાવવા માટે લોકો પાસેથી સૂચનો મંગાવી રહ્યાં છો. એટલે મને પણ થયું કે, મારા મનની વાત તમને લખીને મોકલી દઉં…મોબાઈલ પર ટાઈપ કરીને જ મારા સૂચનો મોકલી રહ્યો છું.

મેડમ…ઘરનાં લોકોને જવાબ આપવાનું ભારે પડી રહ્યું છે. મને શું ખબર કે, BSc કર્યા પછી નોકરી મેળવવામાં આટલી બધી મુશ્કેલી પડશે? આના કરતાં તો, બીટેક કર્યું હોત તો, કદાચ નોકરી મળી જાત. પણ બીટેક જેવા મોંઘા કોર્સની ફી ભરવાના પૈસા નહોતા.

મારા પપ્પા એક ખાનગી કંપનીમાં સ્ટોર સુપરવાઈઝર છે. મોંઘા કોર્સની ફી ભરવાની એમની તાકાત ક્યાંથી હોય? એટલે જ, તેમણે સરકારી કોલેજમાં એડમિશન કરાવ્યું. હું નોકરી કરવા માંગું છું, પણ કોઈ કામ મળતું નથી. મારા જેવા હજારો યુવાનો પણ નોકરી કરવા માંગે છે અને કામ શોધી રહ્યાં છે.

જો અમને કોલેજમાં એડમિશન આપતાં પહેલાં કરિયર કાઉન્સેલિંગ આપવામાં આવે તો, યોગ્ય દિશા શોધવાનું સરળ થઈ જશે. એટલીસ્ટ…, ખબર તો પડે કે, ગ્રેજ્યુએટ થયા પછી નોકરી મળવાના ચાન્સિસ ક્યાં છે? આવી માહિતીના અભાવે જ, મારા જેવા હજારો ગ્રેજ્યુએટ દર વર્ષે બેકારોની સંખ્યામાં ઉમેરો કરી રહ્યાં છે. કાલે જ, પપ્પા પણ કહેતા હતા કે, નોઈડા-દિલ્હીના સપના જોવાનું રહેવા દે…, અને જ્યાં ખાનગી નોકરી મળે તે કરી લે. નાની બહેન પણ લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે.

મેડમ…શું આવા દિવસો જોવા માટે મેં મહેનત કરીને ફર્સ્ટ-ક્લાસ સાથે BSc કર્યું છે…?
મેડમ…, મેં સાંભળ્યું છે કે, સરકાર એક નવી એજ્યુકેશન પૉલિસી લઈને આવી છે. પણ તેનાથી મને તો કોઈ ફાયદો થયો નથી.
જે લોકો કામ માટે બોલાવે છે, તે મને ”અનટ્રેન્ડ” હોવાનું કહીને ના પાડી દે છે. કોલેજવાળાએ ફી તો લઈ લીધી, પણ મને કોઈ ટ્રેનિંગ ના આપી, જો આપી હોત તો નોકરી મળી ગઈ હોત. ખાનગી કોલેજોમાં પ્લેસમેન્ટ વખતે કંપનીઓ સારા પગારે ભરતી કરી જાય છે. જો સરકારી કોલેજોમાં પણ આવું થતું હોત, તો કદાચ મેં અત્યાર સુધીમાં નવેક મહિનાનો પગાર ભેગો કરી લીધો હોત.સરકારી કોલેજોમાં પણ કેમ્પસ પ્લેસમેન્ટ થવા લાગે તો, મારા જેવાને નોકરી મળી જશે અને કંપનીઓને સારા કર્મચારી.

સાંભળ્યું છે કે, લશ્કરમાં પણ હવે તો સ્થિર નોકરી નથી મળતી. તો અમારા જેવાનું શું થશે…?

દેશભરમાં આવા અનેક કર્મચારીઓ છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

Published on: Jan 19, 2023 05:28 PM