Amreli: Coast Guardનું 22 માછીમારોને બચાવવા 8 કલાકનું દિલધડક ઓપરેશન, જુઓ Video

|

May 25, 2021 | 9:56 AM

Amreli: ગુજરાતમાં આવેલા તાઉ તે (Tauktae Cyclone)વાવાઝોડાએ વેરેલા વિનાશની તસવીરો રહી રહીને પણ સામે આવી રહી છે.

Amreli: ગુજરાતમાં આવેલા તાઉ તે (Tauktae Cyclone)વાવાઝોડાએ વેરેલા વિનાશની તસવીરો રહી રહીને પણ સામે આવી રહી છે. ગુજરાતનાં દરિયા કિનારે ત્રાટકેલા વાવાઝોડાએ માછીમારોને પણ ખાસ્સુ નુક્શાન પહોચાડ્યુ હતું. આ વચ્ચે હવે તાઉ તે વાવાઝોડા દરમિયાન કોસ્ટગાર્ડ (Coast Guard)નાં રેસ્ક્યૂ ઓપરેશનના વીડિયો સામે આવ્યા છે.

તાઉ તે વાવાઝોડાએ 17 મેના રોજ શિયાળબેટને ઘમરોળ્યું હતું અને તે સમયે શિયાળબેટ પર લાંગરેલી બોટો તણાવા લાગતા 22 જેટલા માછીમારો બોટ બાંધવા માટે ગયા હતા. ભારે પવન અને વરસાદ વચ્ચે માછીમારો ડૂબી જતા કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

પીપાવાવ પોર્ટ અને શિયાળ બેટના દરિયા વચ્ચે કોસ્ટ ગાર્ડે સતત 8 કલાક કરતા વધારે સમય સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું અને આખરે કોસ્ટગાર્ડ ટીમ દ્વારા 22 જેટલા માછીમારને બચાવી લેવાયા હતા.

 

જ્યારે આ પ્રકારની કુદરતી આફતનું નિર્માણ થતું હોય છે ત્યારે ભારતીય સેના હંમેશા જીંદગી બચાવનારા દેવદુત બનીને સામે આવે છે. ગુજરાતની સાથે સાથે સમુ્દ્રમાં તોફાન આવ્યું ત્યારે મુંબઈમાં પણ એક જહાજ ડુબી રહ્યું હતું. ડૂબી રહેલા જહાજમાં કોઇ હિસાબે જીવ બચવાની આશા નહીં અને છેલ્લે લાઇફ જેકેટ પહેરીને ડુબી રહેલા જહાજના ક્રુ મેમ્બર્સે સમુદ્રમાં છલાંગ લગાવી.

લગભગ 11-12 કલાક સુધી સમુદ્રના પાણીમાં રહ્યા બાદ શ્વાસ છૂટી રહ્યા હતા, મોત થોડી જ ક્ષણો દૂર હતુ અને તેવામાં નેવીના જવાનો દેવદૂત બનીને આવ્યા અને મોતની સામેથી જિંદગીને આંચકીને લઇને આવ્યા. વાત છે મહારાષ્ટ્રમાં તાઉ તે વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ બાર્જ P-305ની કે જેમાં 261 લોકો સવાર હતા અને તેમાંથી 186ની જિંદગી નેવીને જવાનોએ બચાવી લીધી હતી.

જોકે હજુ પણ ઘણાં લોકો ગુમ છે. બચાવાયેલા લોકોને INS કોચ્ચિમાં મુંબઈના દરિયાઈ કિનારે લવાયા. બાર્જ-305ના ક્રુ મુંબઇના કિનારે પહોંચ્યા તો પોતાની આપવીતી સંભળાવતા તેમની આંખો છલકાઇ આવી હતી. તેઓ લાઇફ જેકેટના સહારે સમુદ્રમાં જીંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યા હતા. નૌસેનાનો આભાર માનતા બાર્જના ક્રુ મેમ્બર્સે કહ્યું કે જો નેવી ન આવી હોત તો એકપણ વ્યક્તિ આજે જીવિત ન હોત.

Next Video