Ahmedabad : બહેરામપુરાના સ્થાનિકો પીવાના પાણી અને ગટર લાઈનની સમસ્યાથી ત્રસ્ત, સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ

|

Jun 17, 2021 | 1:27 PM

Ahmedabad : અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં પીવાના પાણી અને ગટર લાઈનની સમસ્યાથી નાગરિકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આ સાથે જ બહેરામપુરાના (Behrampura) સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે.

બહેરામપુરામાં આવેલ સાંકળ ચંદ મુખીની ચાલીના રહિશો પરેશાન છે. સ્થાનિકોએ સમસ્યા નિવારવા માગ કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ચાલીની હાલત ખરાબ થઇ ગઈ છે. છેલ્લા 15 દિવસથી ગટર લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. આ સાથે જ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પીવાનું પાણી યોગ્ય નહિ મળતા હોવાના આક્ષેપ કર્યો છે.

આ સાથે જ તેમજ ગટર લાઈનમાં પણ સમસ્યા છે. અગાઉ અનેક રજુઆત બાદ કામગીરી શરૂ કરાઇ પણ કામગીરીમાં પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કામગીરીમાં ઢીલાશને કારણે સમસ્યા દૂર થવાને બદલે વધી સ્થાનિક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે.

Next Video