કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો

|

Dec 23, 2021 | 12:22 PM

આધાર કાર્ડ ભારતીય નાગરિકો તેમજ NRI લોકો માટે બનાવવામાં આવે છે. NRI બાળકોની સરખામણીમાં ભારતમાં રહેતા બાળકો માટે આધાર કાર્ડ સરળતાથી બની જતા હોય છે.

કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો
Aadhar card (File photo)

Follow us on

હાલમાં દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડનું (Aadhar card) મહત્વ અનેકગણું વધી ગયું છે. જો કે, આધાર કાર્ડના મહત્વ વિશે વધુ કહેવાની જરૂર નથી કારણ કે તમે બધા તેના મહત્વને સારી રીતે જાણો છો. તમારું મોટા ભાગનું મહત્ત્વનું કામ આધાર કાર્ડ વિના પૂરું થઈ શકતું નથી. આ જ કારણ છે કે આજના સમયમાં ગરીબ વ્યક્તિ માટે આધાર કાર્ડ જેટલું જરૂરી છે તેટલું જ અમીર લોકો માટે પણ જરૂરી થઇ ગયું છે.

આધાર કાર્ડ માત્ર વડીલો માટે જ નહીં પણ બાળકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકને શાળામાં પ્રવેશ અપાવવા સરકારી યોજનાઓનો લાભ વગેરે મેળવવા માટે પણ બાળકોને આધાર કાર્ડની ખૂબ જરૂર પડે છે. આધાર કાર્ડ વગર બાળકોના ઘણા મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

બાળકો માટે આધાર કાર્ડ કેમ મહત્વનું છે
વાસ્તવમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે ઓળખના પુરાવા તરીકે મતદાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આ સ્થિતિમાં બાળકોને ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે તેમની ઓળખનો પુરાવો પણ આપવો પડે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડએ એકમાત્ર રસ્તો છે. જે બાળકોની ઓળખ સાબિત કરે છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

જણાવી દઈએ કે ભારત સરકાર દેશમાં રહેતા ભારતીય બાળકો તેમજ વિદેશમાં રહેતા ભારતીય બાળકો માટે આધાર કાર્ડ જાહેર કરે છે. આજે અમે તમને NRI બાળકોની આધાર એનરોલમેન્ટ પ્રક્રિયા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

NRI બાળકો માટે આધાર ભારતીય પાસપોર્ટ વગર બની શકશે નહીં
વિદેશમાં રહેતા ભારતીય બાળકોની સરખામણીમાં ભારતમાં રહેતા ભારતીય બાળકો માટે આધાર કાર્ડ સરળતાથી જનરેટ થાય છે. ભારતમાં રહેતા બાળકો માટે આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો માત્ર જન્મ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો અને માતાપિતા પૈકી એકનું આધાર કાર્ડ છે.

બીજી તરફ વિદેશમાં રહેતા બાળકનું આધાર કાર્ડ મેળવવા માટે તેની ઓળખના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ જરૂરી છે. તમને જણાવી દઈએ કે પાસપોર્ટ વગર વિદેશમાં રહેતા ભારતીય બાળકનું આધાર કાર્ડ બની શકતું નથી. એનઆરઆઈ બાળકના પાસપોર્ટમાં તેના માતા-પિતાનું નામ અને જન્મ તારીખ જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ જોવા મળે છે.

આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

આ પણ વાંચો : ચિલીને મળશે સૌથી યુવા રાષ્ટ્રપતિ, દુનિયાના આ 11 રાષ્ટ્ર જ્યાં માત્ર 30 પાર નેતાઓને જ મળી દેશની કમાન

Next Article