All Eyes On Rafah એટલે કે બધાની નજર રફાહ પર છે. આ 4 શબ્દો બુધવારથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયા છે. બોલિવુડના સ્ટાર્સથી લઈને ઘણા લોકો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. ત્યારે આનો સીધો સંબંધ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે છે. ત્યારે આ બધાની વચ્ચે આ સ્લોગન ક્યાંથી આવ્યું અને ભારતમાં કેમ ટ્રેન્ડ થવા લાગ્યું આ સહિત સોશિયલ મીડિયા પર સ્ટાર્સ કેમ આ પોસ્ટ કરી રહ્યા છે જાણો અહીં.
ઈઝરાયેલની સેના અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. જો કે હાલમાં જ રવિવારે ઈઝરાયેલની સેનાએ ગાઝા બાદ રાફાહ પર હુમલો કર્યો છે. રવિવારના રોજ રફાહ શરણાર્થી શિબિરો પર થયેલા હુમલામાં 45 થી વધુ લોકો માર્યા ગયા હતા જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ સામેલ હતા. આવી સ્થિતિમાં આખી દુનિયા આ હુમલાની નિંદા કરી રહી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ‘ઓલ આઈઝ ઓન રફાહ’ ટ્રેન્ડ થવા લાગ્યું છે.
આના માધ્યમથી સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ સુધી બધા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં સામે આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા, તૃપ્તિ ડિમરી સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, રશ્મિકા મંદન્ના, સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સહિત ઘણા લોકોઆ સ્ટોરી પોસ્ટ કરી છે,
જોકે આ મુદ્દા પર સ્ટાર્સે પોસ્ટ કરતા ટ્રોલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને સવાલ કરી રહ્યા છે કે ભારતના મુદ્દાઓ પર ચૂપ રહેનારા બીજાના દેશના મુદ્દાઓ પર કેમ આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ઘણા લોકો All Eyes On Rafahમાંથી રફાહ હટાવી All Eyes On POK અને All Eyes On Rajkot લખીને શેર કરી રહ્યા છે. ભારતના એ મુદ્દા જેના પર ખરેખર વાત થઈ જોઈએ એ મુદ્દાઓ પર ના તો સેલિબ્રિટી કઈ બોલવા માંગે છે ના કઈ પોસ્ટ કરવા તો આ બધાની વચ્ચે હમાસ-ઈઝરાયલના મુદ્દા પર આગળ કેમ ?
Published On - 12:03 pm, Thu, 30 May 24