બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?

|

May 17, 2021 | 1:33 PM

હિન્દુ સંસ્કૃતિના ઉત્થાન માટે આદિ શંકરાચાર્યજીએ માત્ર 8 વર્ષની ઉંમરે જ ધારણ કરી લીધો હતો સંન્યાસ ! અને આ સંન્યાસ માટે માતા આર્યઅંબાને મનાવવા તેમણે કરી હતી એક અદભુત લીલા !

બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?
આદિ શંકરાચાર્યજી

Follow us on

આદિ શંકરાચાર્યજી (SHANKRACHARYA) એટલે એક એવાં ગુરુ કે, જે આદિગુરુ કે આદ્યગુરુના નામે પ્રસિદ્ધ છે. આદિ શંકરાચાર્યજીએ ખૂબ જ નાની ઉંમરે અનેક શિષ્યો બનાવ્યા હતા અને સનાતન હિન્દુ સંસ્કૃતિને જીવિત રાખવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ધર્મના ઉત્થાન માટે આદિ શંકરાચાર્યજીએ માત્ર 8 વર્ષની ઉંમરે જ ધારણ કરી લીધો હતો સંન્યાસ ! અને આ સંન્યાસ માટે માતા આર્યઅંબાને મનાવવા તેમણે કરી હતી એક અદભુત લીલા !

આમ તો આદિ શંકરાચાર્યજીના પ્રાગટ્ય સમયને લઈને મતમતાંતર પ્રવર્તે છે. પણ, એક દ્રઢ માન્યતા અનુસાર તેમનો જન્મ ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં વૈશાખ સુદ પાંચમના રોજ થયો હતો. જેને લીધે વૈશાખ સુદ પંચમી શંકરાચાર્ય જયંતિ તરીકે ઉજવાય છે. કેરળ પ્રદેશમાં પૂર્ણા નદીના તટ પર આવેલાં કાલડી ગામમાં શિવગુરુ નામના બ્રાહ્મણના ઘરે માતા આર્યઅંબાના ગર્ભથી શંકરાચાર્યજીનો જન્મ થયો હતો. કહે છે કે શિવગુરુ વૃદ્ધ થવા છતાં સંતાનહીન હતા. આખરે, તેમણે શિવજીની દુષ્કર આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા. શિવજીએ સ્વયં જ પુત્રરૂપે તેમને ત્યાં અવતરવાનું વરદાન આપ્યુ અને એટલે જ શિવકૃપાથી પ્રાપ્ત થયેલ તે પુત્રનું નામ રખાયું ‘શંકર’.

બાળ શંકરના વિદ્વત્વનો પરચો તો લોકોને બાળપણથી જ મળવા લાગ્યો. માત્ર એક વર્ષની ઉંમરે જ શંકરાચાર્યજીએ અદ્વિતીય ભાવ પ્રગટ કરવાનું શરૂ કર્યું. બે વર્ષની ઉંમરે તેમણે પુરાણાદિ કથાઓનું શ્રવણ કરી બધું જ કંઠસ્થ કરી લીધું. પાંચમે વર્ષે તેમને યજ્ઞોપવીત આપી ગુરુને આશ્રમે મોકલવામાં આવ્યા. માત્ર સાત વર્ષની ઉંમરે તેઓ વેદ, વેદાંત અને વેદાંગોનું પૂર્ણ અધ્યયન કરીને પાછા ફર્યા. શંકરાચાર્યજીની આ અસાધારણ પ્રતિભાથી સૌ કોઈ દંગ હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શંકરાચાર્યજી જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું. ઘરે એક માત્ર વૃદ્ધ માતા હતી. વિદ્યાધ્યયન સંપૂર્ણ થયા બાદ તેમની ઈચ્છા સંન્યાસ લેવાની હતી. તેમણે માની આજ્ઞા માંગી. પણ માએ ન આપી. માતૃભક્ત શંકરાચાર્યજીએ સંન્યસ્તનો વિચાર જતો કર્યો. પણ, એકવાર એવું બન્યું કે માતા સંગ નદીએ ગયેલાં શંકરાચાર્યજીનો પગ એક મગરે પકડી લીધો. મા આર્યઅંબાએ રોકકળ કરી મૂકી. એ વખતે શંકરાચાર્યજીએ માતાને કહ્યું.

સંન્યાસ માટે માતા પાસે લીધું વચન !

આદિ શંકરાચાર્યજી:
“હે મા ! મારું મન સંસારમાં નથી. મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો. શક્ય છે કે આ મગર મને છોડી દે.”

આખરે, માએ આજ્ઞા આપી અને તે સાથે જ શંકરાચાર્યજીને મગરે મુક્ત કરી દીધાં. માત્ર આઠ વર્ષની ઉંમરે તે ગૃહ ત્યાગીને નીકળી પડ્યા. શંકરાચાર્યજીએ ગોવિંદ ભગવત્પાદ પાસેથી દીક્ષા લીધી. ગુરુએ તેમને નામ આપ્યું ભગવત્ પૂજ્ય પાદાચાર્ય. શંકરાચાર્યજીએ ગુરુએ બતાવ્યા મુજબ જ્ઞાન ગ્રહણ કર્યું અને સાધના શરૂ કરી. અલ્પકાળમાં જ તે યોગસિદ્ધિને પામ્યા. ગુરુએ તેમની પ્રતિભા જોઈ તેમને કાશી જઈ વેદાંતસૂત્રનું ભાષ્ય લખવાની આજ્ઞા આપી. શંકરાચાર્ય કાશી ગયા, જ્યાં તેમના જ્ઞાનથી આકર્ષીત થઈ અનેક માણસો તેમના શિષ્ય બન્યા.

લોકવાયકા અનુસાર આદિ શંકરાચાર્યજીને માત્ર 16 વર્ષનું જ આયુષ્ય હતું. પરંતુ, તેમના શાસ્ત્રાર્થથી પ્રસન્ન થઈ વેદવ્યાસજીએ તેમને અદ્વૈતવાદનો પ્રચાર કરવાની આજ્ઞા આપી. સાથે જ વધુ સોળ વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું. બૌદ્ધ અને જૈન ધર્મના પ્રચાર-પ્રસારના તે સમયમાં યજ્ઞ, હવન, વેદ અને કર્મકાંડ સદંતર બંધ જેવાં જ હતા. આવાં વિપરીત સંજોગોમાં શંકરાચાર્યજીએ બ્રહ્મત્વને ફરી જગાડ્યું. અને વેદ ધર્મપ્રચારને ચરમ શિખરે આસનસ્થ કર્યો. ઉત્તરાવસ્થામાં તેમણે ચાર મઠ તેમજ અન્ય ધાર્મિક કેન્દ્રોની સ્થાપના કરી. અને જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો જાણી બરોબર 32 વર્ષની ઉંમરે કેદારક્ષેત્રમાં સમાધિસ્થ થયા.

Next Article