Weird Food video: બ્લુ કલરના ઢોસા જોઈને ફુડ લવર્સને લાગ્યો આઘાત, કહ્યું ગરૂડ પૂરાણમાં આની અલગ જ સજા છે !

Weird Food video:એક ફૂડ સ્ટોલમાં બ્લુ ઓશન ડોસા પીરસવામાં આવે છે. નામ સાંભળી કદાચ તમને પણ આઘાત લાગ્યો હશે? ચમકદાર વાદળી ડોસા જોઈને તમે પણ વિચારવા લાગશો કે આ કેવી રીતે શક્ય છે?

Weird Food video: બ્લુ કલરના ઢોસા જોઈને ફુડ લવર્સને લાગ્યો આઘાત, કહ્યું ગરૂડ પૂરાણમાં આની અલગ જ સજા છે !
Weird Food
| Updated on: Mar 16, 2024 | 9:42 AM

તમે મસાલા ઢોસા, પનીર ઢોસા, ચીઝ ઢોસા તો ઘણા ખાધા જ હશે. ડોસા સામાન્ય રીતે માત્ર એક વાનગી નથી પણ એક લાગણી છે અને આવી સ્થિતિમાં, જો કોઈ તેના વાસ્તવિક સ્વાદ સાથે ચેડા કરે તો શું થાય? રાયપુર, છત્તીસગઢમાં એક ફૂડ સ્ટોલમાં બ્લુ ઓશન ડોસા પીરસવામાં આવે છે. નામ સાંભળી કદાચ તમને પણ આઘાત લાગ્યો હશે? ચમકદાર વાદળી ડોસા જોઈને તમે પણ વિચારવા લાગશો કે આ કેવી રીતે શક્ય છે?

ડોસા તેના ગોલ્ડન બ્રાઉન કલર માટે જાણીતા છે. તેને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. પરંતુ, હવે બ્લુ ડોસાએ ઈન્ટરનેટને પણ કન્ફ્યુઝ કરી દીધું છે. ફૂડ ટીકાકારો અને બ્લોગર્સ વચ્ચે આ અંગે એક નવી ચર્ચા શરૂ થઈ છે. આ અંગે દરેકનો પોતાનો અભિપ્રાય હોય તેવું લાગે છે.

ઘણા લોકોએ શેફની ક્રિએટિવિટીના વખાણ કર્યા છે જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ વાનગી સાથે છેડછાડ કરવી ખોટું છે.બ્લુ ડોસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તમે જોશો કે શેફ સૌપ્રથમ બ્લુ બેટરને તવા પર મૂકે છે. આ પછી, તે મેયોનીઝ, ચીઝ અને ચટણી સહિત અન્ય કેટલીક સામગ્રી ઉમેરીને તેને ઢોસા પર ફેલાવે છે. બનાવ્યા બાદ તેને સર્વ કરવામાં આવે છે.

યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે -આ એક પોઈઝન ક્રેપ છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે-કોઈ તેની ધરપકડ કરો. તમને બ્લુ ડોસા કેવો લાગ્યો? તમે પણ આ અંગે તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જણાવો.ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે ગરૂડ પુરાણામાં આની અલગ જ સજા છે