દુનિયાના વિચિત્ર દેશ, ક્યાંક રાત્રે ટોયલેટ ફ્લશ કરવા બદલ મળે છે સજા તો ક્યાંક નહીં કરવા બદલ

|

Nov 30, 2021 | 9:47 AM

જો તમે સ્વિટ્ઝર્લેન્ડમાં રહો છો અને જો તમે રાત્રે 10 વાગ્યા પછી તમારા ટોઇલેટના ફ્લશનો ઉપયોગ કરો છો, તો તમારે જેલ પણ જવું પડી શકે છે. વાસ્તવમાં, સ્વિટ્ઝર્લેન્ડના કાયદા હેઠળ તેને ધ્વનિ પ્રદૂષણ માનવામાં આવે છે

દુનિયાના વિચિત્ર દેશ, ક્યાંક રાત્રે ટોયલેટ ફ્લશ કરવા બદલ મળે છે સજા તો ક્યાંક નહીં કરવા બદલ
Weird laws in World

Follow us on

દુનિયામાં ઘણા એવા દેશ છે જે પોતાના વિચિત્ર કાયદાઓ (Weird Laws) માટે દુનિયાભરમાં જાણીતા છે. વિચિત્ર હોવા છતાં જ્યાં કેટલાક લોકોને આ કાયદાઓ સામાન્ય લાગે છે કારણ કે તેઓ ટેવાય જાય છે તો કેટલાક લોકો માટે આ કાયદાઓ સમસ્યા ઉભી કરે છે. આજે અમે તમને એવા જ એક દેશના વિચિત્ર કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને એક ક્ષણ માટે તમે ચોક્કસ ચોંકી જશો.

આપણે બધા જાણીએ છીએ કે દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી તેના નાગરિકોની છે, જેના માટે કેટલીકવાર સરકાર કડક કાયદાનો સહારો લે છે, જ્યારે ઘણા દેશો એવા છે જ્યાં તેમને દંડ ફટકારીને છોડી દેવામાં આવે છે. સિંગાપોરમાં આવી ગંદી આદત બદસ સખત સજા આપવામાં આવે છે, તો સ્વિત્ઝરલેન્ડમાં એક અલગ પ્રકારનો કાયદો છે, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

ઘણા લોકોને આ ખરાબ આદત પણ હોય છે કે તેઓ ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી ફ્લશનો ઉપયોગ કરવાનું ભૂલી જાય છે. ખાસ કરીને જાહેર શૌચાલયમાં લોકો દ્વારા આની અવગણના કરવામાં આવે છે. જો તે લોકો આ રીતે પકડાય છે તો તેઓ સોરી કહીને જતા રહે છે, પરંતુ જો તમે સિંગાપોરમાં આવું કંઈક કર્યું તો તમારે જેલ જવું પડી શકે છે. અહીં માત્ર માફી માંગવાથી કંઈ નહીં થાય, દંડ ભરવો પડશે અને સજા પણ ભોગવવી પડશે. આ કાયદો દેશના લોકોની ગંદી આદતોમાંથી છૂટકારો મેળવવા માટે બનાવવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

તમને જણાવી દઈએ કે સિંગાપોરમાં, જો કોઈ વ્યક્તિ ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી ફ્લશ ન કરે, તો જો $ 150 ને ભારતીય કરન્સીમાં જોવા જાવ તો આ રકમ લગભગ 8000 રૂપિયા છે. જો કોઈ આ દંડ ભરવામાં અસમર્થ હોય તો તેને જેલની હવા ખાવી પડી શકે છે. લોકો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે તે માટે આ સજા કરવામાં આવી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દુનિયામાં એક એવો દેશ છે જે તમારી ખરાબ આદતોને જ નહીં પરંતુ તમારા શરીરને પણ કંટ્રોલ કરશે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું, જો તમે સ્વિટ્ઝર્લેન્ડમાં રહો છો અને જો તમે રાત્રે 10 વાગ્યા પછી તમારા ટોઇલેટના ફ્લશનો ઉપયોગ કરો છો, તો તમારે જેલ પણ જવું પડી શકે છે. વાસ્તવમાં, સ્વિટ્ઝર્લેન્ડના કાયદા હેઠળ તેને ધ્વનિ પ્રદૂષણ માનવામાં આવે છે કારણ કે તે અન્ય લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ માટે સરકાર તમારા પર દંડ પણ લગાવી શકે છે.

આ પણ વાંચો – Omicron Variant : શું વેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી કરશે બચાવ ? આ દેશે વેક્સિનના ત્રીજા ડોઝને લઈને લીધો મોટો ફેંસલો

આ પણ વાંચો – Maharashtra: ‘ઓમિક્રોન’નું જોખમ વધ્યું, વિદેશથી મુંબઈ આવતા મુસાફરોને 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત

Next Article