
જ્યારથી આઈફોનની નવી સિરીઝ માર્કેટમાં આવી છે, યુઝર્સ તેના માટે ક્રેઝી થઈ રહ્યા છે. તમે આ ગાંડપણને આ રીતે સમજી શકો છો કે લોકો પેમેન્ટ કર્યા પછી કલાકો સુધી કતારમાં ઉભા રહે છે જેથી તેઓ તેમનો સેટ મેળવી શકે અને આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. આઈફોનના સેટ આવી રહ્યા છે અને વેચાઈ રહ્યા છે. આ દરમિયાન આઈફોન પર લડાઈને લઈને એક વીડિયો સામે આવ્યો છે. આ જોઈને લોકો ચોંકી ગયા છે.
આ મામલો અમેરિકાના ફિલાડેલ્ફિયાનો છે. જ્યાં ગત મંગળવારે એક ટોળાએ સેન્ટર સિટીમાં અનેક દુકાનોમાં લૂંટ ચલાવી હતી. જેમાં લૂંટારાઓએ વોલનટ સ્ટ્રીટ પર આવેલ એપલ સ્ટોરને પોતાનો શિકાર બનાવ્યો હતો. જેનો વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં જોઈ શકાય છે કે ઘણા લોકો સ્ટોરમાં ઘૂસી ગયા છે અને ઘણા આઈફોન અને અન્ય પ્રોડક્ટ લઈને ભાગી રહ્યા છે. આ બાબતે પોલીસનું કહેવું છે કે આ લોકો પાસે પ્લાસ્ટિકની થેલીઓ હતી. જેમાં આ લોકોએ દુકાનમાંથી સામાનની લૂંટ ચલાવી હતી.
Just in: Apple and many stores in Philadelphia being looted. Philly is fallen! #Philadelphia #PA #looting pic.twitter.com/hnfpAJhvIp
— Stay Frosty (@brewdoggy) September 27, 2023
આ વીડિયો અંગે પોલીસે દાવો કર્યો છે કે તેમણે ઘણા લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી વસ્તુઓ પણ મળી આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો સ્ટોરમાંથી આઈફોન અને અન્ય પ્રોડક્ટ લઈને ભાગી રહ્યા છે અને પોલીસ તેમને પકડવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના પર વિવિધ ફની કોમેન્ટ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ ઘટના મંગળવારે સાંજે બની હતી. ફિલાડેલ્ફિયાના સેન્ટર સિટીમાં લોકોના એક જૂથે અનેક સ્ટોરમાં લૂંટ ચલાવી હતી. જેમાં વોલનટ સ્ટ્રીટ પર એપલ સ્ટોરની લૂંટનો પણ સમાવેશ થાય છે. હવે આ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઘણા લોકો સ્ટોરમાં ઘૂસીને ઘણા આઈફોન અને અન્ય પ્રોડક્ટ લઈને ભાગી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ લોકો પાસે પ્લાસ્ટિકની થેલીઓ હતી જેમાં તેઓ સામાન લઈને ભાગી ગયા હતા. જોકે, પોલીસે દાવો કર્યો છે કે આ ઘટના બાદ તેમણે અનેક લોકોની ધરપકડ કરી છે.