આજના સમયમાં દરેક વ્યક્તિએ સ્ટંટ કરીને પોતાની જાતને ફેમસ કરવી છે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો ફિલ્મોના કારણે લોકોમાં આ ક્રેઝ વધ્યો છે, પરંતુ આપણે સમજવું જોઈએ કે આપણે ફિલ્મોમાં જે સ્ટંટ જોઈએ છીએ તે નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા હોય છે તેમજ તે સ્ટંટ બધી સુરક્ષા હેઠળ કરવામાં આવે છે અને પછી જ કોઈ ખતરનાક સ્ટંટ કરવામાં આવે છે. જેને જોઈને લોકો પ્રભાવિત થઈ જાય છે.
આ સિવાય પણ એવા ઘણા લોકો છે જે ચાલતા રસ્તા પર જ સ્ટંટ કરવા લાગે છે. જો કે આવું કરવું જીવલેણ બની શકે છે અને જીવ પણ જઈ શકે છે. ત્યારે આવો જ એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તમે હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોમાં કાર સાથે કરેલા અદ્ભુત સ્ટંટ જોયા જ હશે. આ સ્ટંટમાં, ચાલતી ટ્રકની નીચેથી કારને બહાર કાઢવી અથવા તેને પુલ પરથી કૂદી પડવી એ સામાન્ય બાબત છે, પરંતુ લોકોએ સમજી લેવું જોઈએ કે રીલ અને રિયલ લાઈફમાં ઘણો તફાવત છે, આવી સ્થિતિમાં, એક વીડિયો સામે આવ્યો છે. જે રસ્તા પર ફુલ સ્પીડમાં બાઇક ચલાવતો જોવા મળે છે અને અંતે તેની સાથે કંઈક આવું થાય છે, જેને જોઈને તમે દંગ રહી જશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઝડપથી બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. અહીં વ્યક્તિની ગતિ એટલી ઝડપી છે. આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. ઝડપની બડાઈ મારતો એક વ્યક્તિ ટ્રક સાથે અથડાય છે. જો કે આ ટક્કર નજીવી છે, પરંતુ સ્પીડ એટલી વધુ છે કે તે બાઇકરને સીધું નુકસાન પહોંચાડે છે.
આ વીડિયોને @queen of valley નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. આજકાલ લોકોને સ્ટંટ કરી દુનિયાને દેખાડવાનો શોખ વધી ગયો છે જે જીવ પણ લઈ શકે તેટલો ખતરનાક બની શકે છે ક્યારેક.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો