Viral Video : ‘તારાથી સારી કિયારા અડવાણી છે’ ! કહેતા પતિ પર ભડકી પત્ની, કહ્યું ‘જાવ લગ્ન કરી લો’

પતિ ભૂલથી પત્નીને કહે છે કે 'કિયારા અડવાણી તારા કરતાં સારી છે'. હવે આ સાંભળીને પત્ની ગુસ્સે થઈ ગઈ છે અને પતિ તેને મનાવવાના પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે તે બન્ને વચ્ચેની રમુજી મશ્કરીએ લોકોને હસવા મજબૂર કરી દીધા છે.

Viral Video : તારાથી સારી કિયારા અડવાણી છે ! કહેતા પતિ પર ભડકી પત્ની, કહ્યું જાવ લગ્ન કરી લો
Viral Video Wife furious at husband
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:40 PM

તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધનમાં બંધાયા છે. તેમના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન રહ્યા છે, જેમાં મોટી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હાલમાં એક કપલ ખૂબ ચર્ચામાં આવ્યુ છે. લોકો આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે.

કિયારા અડવાણીની પ્રશંસા કરતા પત્ની થઈ ગુસ્સે

હાલમાં કિયારા અડવાણી સાથે જોડાયેલો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. આ વીડિયો એક પતિ-પત્નીનો છે, જેમાં પતિ ભૂલથી પત્નીને કહે છે કે ‘કિયારા અડવાણી તારા કરતાં સારી છે’. હવે આ સાંભળીને પત્ની ગુસ્સે થઈ ગઈ છે અને પતિ તેને મનાવવાના પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે તે બન્ને વચ્ચેની રમુજી મશ્કરીએ લોકોને હસવા મજબૂર કરી દીધા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પત્ની રસોડામાં મોં ફુલાવીને ગુસ્સામાં ભોજન બનાવી રહી છે અને પતિ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. પતિ સમજાવતી વખતે તેને કહે છે, ‘અરે યાર, તે માત્ર અભિનેત્રી છે.. શું થયું? તું કેમ ગુસ્સે થાય છે? તુ કહે તો હું તેની સાથે લગ્ન કરી લઉં. આ સાંભળી નારાજ થઈને પત્ની કહે છે ‘જા કરી લો. તે તારી સાથે લગ્ન કરશે. તમે ખૂબ સારા છો, નહીં? બધી છોકરીઓ તમારા પ્રેમમાં પડી જશે.

વીડિયો વાયરલ

ત્યારે સિડ અને ક્યારાના લગ્નના સમાચાર વચ્ચે આ પતિ-પત્નીની મીઠી નોક જોક પણ વાયરલ થઈ રહી છે. આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. માત્ર 52 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયોમાં પત્ની એમ પણ કહે છે કે તમે કિયારાની સરખામણી મારી સાથે કેમ કરી? તમે એવું નથી કહ્યું કે કિયારા અડવાણી તારા કરતા સારી છે. પતિ-પત્નીનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gharkekalesh નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

Published On - 5:30 pm, Wed, 15 February 23