ઉતાવળે અકસ્માત થાય એના કરતા તો મોડું જવું સારું…. પરંતુ અહીં દરેક જણ ઉતાવળમાં રહે છે. હા, કેટલાક લોકો બે-પાંચ મિનિટ પણ રાહ જોવા માંગતા નથી. એટલા માટે જ જ્યારે સિગ્નલ પર હોય ત્યારે લાલ બત્તી ચાલુ થતાની સાથે રોડ ક્રોસિંગ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આવું જ રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે પણ લોકો કરતા હોય છે .
સિગ્નલ ક્રોસિંગ કરીને એવી રીતે ભાગતા હોય છે કે જાણે તેમની ટ્રેન છૂટી જવાની હોય. પણ ભાઈ… ક્યારેક થોડી મિનિટો બચાવવાની ઉતાવળ તેમને યમરાજ પાસે કે હોસ્પિટલ લઈ જઈ શકે છે ! સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો સામે આવી રહ્યો છે. મામલો ઘણો જૂનો છે, પરંતુ લોકો તેને ઝડપથી શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફાટક બંધ હોવા છતાં એક બાઇક સવાર રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે બીજી તરફથી ટ્રેન પણ ગતીથી આવી રહી હોય છે.
ત્યારે પાટા પરથી તેનું બાઈક લઈને સડસડાટ નીકળવાનો પ્રયત્ન કરતા ટ્રેન તેની એકદમ નજીક આવી જાય છે અને તેના જ કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. જે બાદ તે ટ્રેનની એકદમ બાજુમાં જ પડી જાય છે. જ્યારે કેટલાક કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેન તેની બાઇકને સ્પર્શે છે અને ત્યાંથી નીકળી જાય છે જો કે આ ઘટનામાં વ્યક્તિ બચી જાય છે પણ જો થોડું પણ સંતુલન ગુમાવી દીધું હોત તો તે ટ્રેનની નીચે આવી જાત અને કદાચ તેનો જીવ પણ જઈ શકેત.
#Alert Ranital to Khurda Road section has been upgraded for maximum permissible speed of 130 kmph, all LHB trains to run at 130 kmph in this section from tomorrow. Earlier Kharagpur to Ranital and Khurda Road to Palasa was done,so trespassing will be fatal. Always remember family pic.twitter.com/Hx6jYW9FcU
— OdishaRailUsers – Multimodal Connectivity Forum (@OdishaRail) April 12, 2023
આ વીડિયો ટ્વિટર હેન્ડલ @OdishaRail દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ખરેખર ખુબ ભયાનક છે. ક્યારેક લોકો એટલી ઉતાવળમાં હોય છે કે તેઓ બાઈકને ખુબ જ ઝડપથી ચલાવશે કે પછી સિગ્નલ તોડીને ભાગી જશે. ત્યારે આમ કરવુ ખરેખર જીવલેણ સાબિત થઈ શકે છે. આ વીડિયો પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. જેના પર એક યુઝરે લખ્યું છે કે ઝડપની મજા ક્યારેક મોતમાં પણ ફેરવાઈ શકે છે. તો બીજા યુઝરે લખ્યું છે કે ભાઈ તમારા પરિવારને હંમેશા યાદ રાખો.
અત્યાર સુધી આ ક્લિપને 55 હજારથી વધુ વ્યૂઝ અને છસ્સોથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. બીજી તરફ લોકોએ આ વીડિયો જોયો તો તેમની હાલત કફોડી થઈ ગઈ. પોતાના આગામી ટ્વીટમાં યુઝરે જણાવ્યું કે આ ક્લિપ ઉત્તર ભારતનો એક જૂનો વીડિયો છે, જેનો પ્રતીકાત્મક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલવે ક્રોસિંગનો આ જૂનો વીડિયો જોઈને એક વ્યક્તિએ લખ્યું કે ભારતીયો હંમેશા ઉતાવળમાં હોય છે. તેમનામાં ધીરજ બિલકુલ નથી. જરા પણ ઉતાવળમાં ન જાઓ. જ્યારે કેટલાક વપરાશકર્તાઓએ ધ્યાન દોર્યું કે આ ખૂબ જૂનો વીડિઓ છે, પરંતુ મુદ્દાને સમજાવવા માટે યોગ્ય છે.
Published On - 1:29 pm, Fri, 14 April 23