Viral Video : પિસ્તોલથી ખેલ કરવા જતા પડી ગયા લેવાના દેવા, બીજી જ ક્ષણે મરતા મરતા બચી યુવતી

રીલ્સ બનાવવાની લહાયમાં લોકો કેવા કેવા અખતરા કરવા લાગે છે તેનું આ વીડિયો એક ઉદાહરણ છે. બંદૂક વડે ખેલ કરવા જતા લેવાના દેવા પડી જાય છે. માત્ર થોડીક સેકન્ડના આ વીડીયો ક્લિપે નેટીઝન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે

Viral Video : પિસ્તોલથી ખેલ કરવા જતા પડી ગયા લેવાના દેવા, બીજી જ ક્ષણે મરતા મરતા બચી યુવતી
Viral Video The woman was making a reel with a pistol
| Edited By: | Updated on: Apr 26, 2023 | 1:09 PM

રીલ બનાવવાનો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો ક્રેઝ લોકો પર એટલો હાવી થઈ ગયો છે કે તેઓ પોતાનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે આવા જ એક વીડિયોએ લોકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. વાયરલ ક્લિપમાં એક મહિલા પિસ્તોલ વડે રીલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ બીજી જ ક્ષણે એવુ કઈક થાય છે કે જે જોઈને તમે પણ ચોકી ઉઠશો.

પિસ્તોલ સાથે રમત રમી રહી હતી યુવતી

રીલ્સ બનાવવાની લહાયમાં લોકો કેવા કેવા અખતરા કરવા લાગે છે તેનું આ વીડિયો એક ઉદાહર છે. બંદૂક વડે ખેલ કરવા જતા લેવાના દેવા પડી જાય છે.માત્ર થોડીક સેકન્ડની આ વિડીયો ક્લિપે નેટીઝન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક મહિલાને માઉઝર લોડ કરતી જોઈ શકો છો. તમે વિચારતા હશો કે મૈગજીન ખાલી હશે. પણ એવું બિલકુલ નથી. બીજી જ ક્ષણે વાયરલ ક્લિપમાં કંઈક એવું થાય છે, જે તમને હંફાવી દેશે. મહિલાની બેદરકારીને કારણે તેનો જીવ પણ જઈ શકતો હતો. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે બંદૂકને લોડ કરી રહી હતી અને તરત જ બંદૂક ફૂટે છે. ત્યારે ગોળી વાગ્યા બાદ મહિલા જાતે આઘાતમાં જતી રહે છે અને સમજી નથી શકતી કે કેવી રીતે બન્યુ.

મરતા મરતા બચી

આ વીડિયો દરેક માટે એક પાઠ સમાન છે. એવું કોઈ કાર્ય ન કરો, જે તમારા જીવને જોખમમાં મુકી દે. આ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે એવો છે. તેને ટ્વિટર પર @DarwinAwards_ હેન્ડલથી શેર કરવામાં આવ્યું છે. માત્ર 23 સેકન્ડની ક્લિપ પર લગભગ 1 મિલિયન વ્યૂઝ આવ્યા છે, જ્યારે પોસ્ટને 21 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ સિવાય લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, નસીબ સારું હતું કે તે બચી ગઈ. બીજી તરફ અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, રીલ બનાવવાની ઘેલછામાં લોકો શું મૂર્ખતા કરે છે, આ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અન્ય એક યુઝરે લખ્યું છે, બચી ગયા નહીંતર ખોપરી ઉડી ગઈ હોત.