Viral Video : ઢોલીએ તેની બક્ષિસ લેવા લગાવી ગજબની યુક્તિ, પેમેન્ટમાં મહેમાનોને નહીં પડવા દે કોઈ મુશ્કેલી

ઢોલીએ તેની બક્ષિસ માટે અદ્ભુત વ્યવસ્થા કરી. આ જોયા પછી, તમે પણ ચોક્કસપણે દંગ રહી જશો કારણ કે તેણે બોનસ મેળવવા માટે એવી સ્કીમ બનાવી છે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ તસવીર જોયા બાદ યુઝર્સ ઢોલીના ખૂબ વખાણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ડ્રમર ભાઈએ સેલિબ્રેશન દરમિયાન પેમેન્ટ લેવા માટે પોતાના મોબાઈલમાં QR ખોલીને ડ્રમ પર ફીટ કર્યું છે.

Viral Video : ઢોલીએ તેની બક્ષિસ લેવા લગાવી ગજબની યુક્તિ, પેમેન્ટમાં મહેમાનોને નહીં પડવા દે કોઈ મુશ્કેલી
Viral video
| Edited By: | Updated on: Sep 29, 2023 | 12:44 PM

આપણા દેશમાં લગ્ન દરમિયાન ઢોલ વગાડનારનો પ્રભાવ અકબંધ છે. જ્યારે પણ તેઓ તેમના લગ્નના વરઘોડાની વાત આવે તો આપડા બાપ દાદાઓને તો પહેલા ઢોલ નગારા જ યાદ આવે. જો કે હવેની જનરેશન ડિજેના તાલે જૂમતી થઈ ગઈ છે. જો કે ધૂન ગમે તેના પર હોય દરેક વ્યક્તિ, તે પછી વર હોય કે કન્યા એક વાર તો નાચી જ ઉઠે છે અને ક્યારેક તો જ્યારે આ લોકોનો ઉત્સાહ વધી જાય છે, ત્યારે તેઓ ત્યાં પૈસા ઉડાડવા લાગે છે.

જેના કારણે આ ઢોલી અને નાચનાર બન્નેને મોજ પડી જાય. ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઢોલી ઢોલ વગાડી રહ્યો છે પરંતુ તેણે લોકો નોટના ઉડાવે તેના માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કર્યો છે.

ઢોલીએ કમાણી માટે કર્યો ગજબનો જુગાડ

આવી સ્થિતિમાં એક ઢોલીએ તેની બક્ષિસ માટે અદ્ભુત વ્યવસ્થા કરી. આ જોયા પછી, તમે પણ ચોક્કસપણે દંગ રહી જશો કારણ કે તેણે બોનસ મેળવવા માટે એવી સ્કીમ બનાવી છે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ તસવીર જોયા બાદ યુઝર્સ ઢોલીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ડ્રમર ભાઈએ સેલિબ્રેશન દરમિયાન પેમેન્ટ લેવા માટે પોતાના મોબાઈલમાં QR ખોલીને ડ્રમ પર ફીટ કર્યું હતું. હવે જેની પાસે ઉજવણીમાં ખર્ચ કરવા માટે પૈસા નથી તે QR કોડ સ્કેન કરી શકે છે અને ડ્રમરને ટિપ આપી શકે છે.

વીડિયો થઈ રહ્યો છે વાયરલ

આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર શેર કરવામાં આવી છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી 13 થી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ખરેખર, ભૈયાનો આ જુગાડ ખૂબ જ અદભૂત છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘હા ભાઈ, ડિજિટલ દુનિયામાં રોકડની લેવડદેવડ કોણ રાખે છે..! અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જુગાડ ખરેખર અદ્ભુત છે ભાઈ પૈસા સીધા જ ખાતામાં જશે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:36 pm, Fri, 29 September 23