Swiggy ડિલીવરી બોયનો શાહી અંદાજ, ઘોડા પર બેસી આપવા જાય છે ડિલીવરી! વાયરલ થયો વીડિયો

|

Jul 05, 2022 | 6:33 AM

Swiggy Delivery Boy viral video: સોશિયલ મીડિયામાં હાલમાં એક ડિલીવરી બોયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વરસાદ વચ્ચે ઘોડા પર બેસીને ફૂડ ડિલીવરી આપવા જઈ રહ્યો છે. તેની પાછળની હકીકત ચોંકાવનારી છે.

Swiggy ડિલીવરી બોયનો શાહી અંદાજ, ઘોડા પર બેસી આપવા જાય છે ડિલીવરી! વાયરલ થયો વીડિયો
swiggy delivery boy viral video

Follow us on

કેટલીકવાર લોકો ફેમસ થવા, મસ્તીમાં કે કોઈ મજબૂરીને કારણે એવા કામ કરે છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં એક ડિલિવરી બોય આવા જ એક કામને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સ્વિગી ડિલિવરી બોયના વીડિયો(Swiggy Delivery Boy viral video) સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વાયરલ વીડિયોમાં (Viral video) દેખાય રહ્યુ છે કે આ વ્યક્તિ તેની પીઠ પર સ્વિગીની પાર્સલ બેગ લટકાવતો અને ફૂડ પહોંચાડવા માટે ઘોડા પર જતો જોવા મળે છે. માત્ર થોડીક સેકન્ડની આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયો પર લોકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ જોઈને પહેલા એ જ વિચાર આવે કે તે આવું કેમ કરી રહ્યો છે?

યુટ્યુબ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરસાદ દરમિયાન એક ડિલિવરી બોય સફેદ રંગના ઘોડા પર બેઠો છે. આ વ્યક્તિની પીઠ પર સ્વિગીની પાર્સલ બેગ લટકેલી છે. માત્ર 5 સેકન્ડના વીડિયો પર લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. તેનો એક ફોટો ટ્વિટર પર પણ વાયરલ થઈ છે, જેને લોકો ખુબ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

https://youtu.be/H54-MYgEiTc

થોડા કલાકોમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર વાયરલ થઈ ગયો. આ વીડિયોને Just a Vibe નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સે ડિલિવરી બોયના કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે ‘આ રોયલ ડિલિવરી છે.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘હું વિચારી રહ્યો છું કે શું તે પિઝા ડિલિવરી કરી રહ્યો છે.’ એકંદરે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

ટ્વિટર પર વાયરલ થયો ફોટો

 

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

 

 

 

આવી અનેક પ્રતિક્રિયાઓ ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોમ પર જોવા મળી. લોકોએ આ વીડિયોને ખુબ પંસંદ કર્યો હતો. લોકોએ ડિલિવરી બોયને સાયકલ અને બાઈક પર જોયો હશે, ડિલિવરી ગર્લ પણ જોઈ હશે પણ આવુ પહેલીવાર જોયુ છે.

Published On - 10:02 pm, Mon, 4 July 22

Next Article