Viral Video: પોતાના ભાઈનો જીવ બચાવવા માટે પાણીના વહેતા ધોધથી પણ લડી ગઈ બહેન, બહાદુરીની લોકોએ કરી પ્રશંસા

ભાઈ પાણીના ધોધમાં વહી ના જાય તે માટે તેની મોટી બહેન તેને મજબુતાઈથી પકડી રાખે છે. જો કે તે યુવતીની હિંમત પણ તેનો સાથ આપે છે અને તેના ભાઈને બચાવવામાં સફળ થાય છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વીડિયોમાં એક બહેનની આવી હિંમત ગજબ છે.

Viral Video: પોતાના ભાઈનો જીવ બચાવવા માટે પાણીના વહેતા ધોધથી પણ લડી ગઈ બહેન, બહાદુરીની લોકોએ કરી પ્રશંસા
Viral Video
| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:11 PM

દર વર્ષે રક્ષાબંધન પર બહેન તેના ભાઈને રાખડી બાંધે છે અને એ ઈચ્છા વ્યક્ત કરે છે કે તેનો ભાઈ હંમેશા તેની બહેનની રક્ષા કરે. જો કે આ પરપંરા સદીઓથી ચાલતી આવી છે જો કે હવે આ પ્રથા બદલાઈ રહી છે. આજ સુધી તો એક જ હતુ કે માત્ર ભાઈ જ તેની બહેનની રક્ષા કરી શકે છે પણ ક્યારેક જરુર પડે તો બહેન પણ પોતાના ભાઈની ઢાલ બની શકે છે.

આવી દિકરીઓ અને બહેનો જાણે છે કે કેવી રીતે પોતાનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ કરવું. ખાસ કરીને જો ભાઈ નાનો હોય તો આ બહેનો પોતાનો જીવ જોખમમાં મુકવામાં જરાય અચકાતી નથી. જો તમને વિશ્વાસ ન હોય તો આ વીડિયો તમને તમારી વિચારસરણી બદલવા મજબૂર કરી દેશે, જેમાં એક બહેનની હિંમત સામે પાણીનો વહેતો ધોધ પણ કઈ નથી કરી શકતો.

પાણીના વહેતા ધોધથી ભાઈને બચાવ્યો

આવા ઘણા વીડિયો ચોમાસામાં જોવા મળે છે, જ્યારે પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો હોય ને કોઈ વ્યક્તિ કે પશુ કે ગાળીઓ આવા ધોધ કે પાણીના પ્રવાહમાં વહી જતી હોય, જે નસીબદાર હોય છે તે બચી જાય છે. જ્યારે કેટલાક આવા પ્રવાહમાં વહી પણ જતા હોય છે. ત્યારે આ વીડિયોમાં કઈક એવુ જ દેખાઈ રહ્યુ છે ભાઈ બહેન પાણીના ધોધમાં ફસાયા છે.

જેમાં ભાઈ પાણીના ધોધમાં વહી ના જાય તે માટે તેની મોટી બહેન તેને મજબુતાઈથી પકડી રાખે છે. જો કે તે યુવતીની હિંમત પણ તેનો સાથ આપે છે અને તેના ભાઈને બચાવવામાં સફળ થાય છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો એક બહેનની આવી હિંમત ગજબ છે. આ વીડિયો ઝિંદગી ગુલઝાર હૈ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં એક બાળક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલો જોવા મળે છે. તેને બચાવવા માટે, એક બહેને પાણીના વહી રહેલા ધોધથી ડરયા વિના તેને મજબૂત રીતે પકડી રાખે. જ્યાં સુધી અન્ય લોકો તેને પકડીને બહાર કાઢવા ન આવે ત્યાં સુધી બહેન હિંમત હારતી નથી. આખરે બહેન પોતાના ભાઈને અને પોતાને બચાવવામાં સફળ થાય છે.

વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર રોજ નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આ વાયરલ થઈ રહેલા વીડિયો બાદ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને છોકરીની પ્રશંસા કરી રહ્યા છે. બહેનની આ હિંમતને લોકો દિલથી સલામ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે બહેન માતાનું બીજું સ્વરૂપ છે. એક યુઝરે લખ્યું કે, આવી બહેનને સલામ. એક યુઝરે લખ્યું કે દરેકને આવી બહેન મળવી જોઈએ. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 75 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો