Viral Video : કોલ્ડડ્રિંકસ દિવાની બે મધમાખીઓએ આ રીતે ખોલ્યું ફેન્ટાની બોટલનું ઢાંકણું

લ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં, જોઇ શકાય છે કે કોલ્ડડ્રિંક(Cold Drinks)દિવાની બે મધમાખી (bees)ઓ ફેન્ટાની બોટલનું ઢાંકણું ખોલે છે. હાલ આ વીડિયો લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.

Viral Video : કોલ્ડડ્રિંકસ દિવાની બે મધમાખીઓએ આ રીતે ખોલ્યું ફેન્ટાની બોટલનું ઢાંકણું
કોલ્ડડ્રિંકસ દિવાની બે મધમાખીઓએ આ રીતે ખોલ્યું ફેન્ટાની બોટલનું ઢાંકણું
| Updated on: May 27, 2021 | 9:04 PM

દરરોજ સોશયલ મીડિયા પર અનેક વીડિયો જોવા મળે છે. પરંતુ આમાંથી કેટલાક વીડિયો ખૂબ જ રસપ્રદ હોય છે. જેને જોઇને લોકો ચોંકી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં, જોઇ શકાય છે કે કોલ્ડડ્રિંક(Cold Drinks)દિવાની બે મધમાખી (Bees)ઓ ફેન્ટાની બોટલનું ઢાંકણું ખોલે છે. હાલ આ વીડિયો લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.

બે મધમાખીએ ખૂબ જ સરળતાથી ફેન્ટા બોટલનું ઢાંકણું ખોલ્યું

આ વીડિયોને એક ટ્વિટર હેન્ડલ @TheMichaelMoran એ શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો ચોંકી ગયા હતા. ઘણી વખત ભલભલા લોકોને બોટલનું ઢાંકણ ખોલવામાં પરસેવો છૂટી જાય છે. ત્યારે આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે બે મધમાખી(Bees)એ ખૂબ જ સરળતાથી ફેન્ટા બોટલનું ઢાંકણું ખોલ્યું છે. બોટલનું ઢાંકણું ખોલવા માટે, બે મધમાખીઓ બંને બાજુથી ધીરે ધીરે તેને ફેરવીને ઉપરની બાજુથી ઉપાડે છે.

મધમાખી મસ્ત રીતે ફેન્ટાની બોટલનું ઢાંકણું ખોલે છે

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાંની સાથે જ લોકોએ તેમની પ્રતિક્રિયાઓ પણ આપવાની શરૂ કરી દીધી હતી. આ વીડિયો જોયા પછી, એક યુઝર્સે એ કહ્યું કે તે ખરેખર માનવામાં ન આવે તેવું છે કે બે મધમાખીઓ કોલ્ડ ડ્રિંકસનું ઢાંકણું આટલી સરળતાથી ખોલી શકે છે. બીજા યુઝર્સેએ કહ્યું કે મેં આ પ્રથમ વખત જોયું છે. તે ખરેખર આશ્ચર્યજનક છે. આ સિવાય અન્ય ઘણા વપરાશકર્તાઓએ વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.

Published On - 9:03 pm, Thu, 27 May 21