Stunt Video : બાઇક લઇને હોંશિયારી મારવી આ વ્યક્તિને પડી ભારે, સ્ટંટ કરતા બાઇક સમેત પડ્યો

એક વ્યક્તિ વિચિત્ર સ્ટંટ કરી રહ્યો છે. તે ચાલુ બાઇક પર વારંવાર ઉછળી રહ્યો છે, ક્યારેક તે તેનો હાથ છોડી દે છે, તો ક્યારેક તે સીટ પરથી ઉભો થઈ જાય છે અને અંતે સ્ટાઈલ મારવાના ચક્કરમાં બાઇક પરથી ઉતરી જાય છે

Stunt Video : બાઇક લઇને હોંશિયારી મારવી આ વ્યક્તિને પડી ભારે, સ્ટંટ કરતા બાઇક સમેત પડ્યો
video of man performing stunt on road goes viral
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:28 AM

આજના યુવાનોમાં કઇંક અલગ કરવાનું જનૂન સવાર છે કારણ કે તેમને પ્રખ્યાત બનવું છે. સોશિયલ મીડિયા (Social Media) પર પોપ્યુલર બનવા માટે ઘણી વખત તેઓ એવા કામ કરીને બેસે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત અને પરેશાન થાય છે, પરંતુ કેટલાક લોકો અલગ પ્રકારના છે જે સ્ટંટને (Stunt) મજાક તરીકે લે છે અને એવું કંઈક કરે છે જેનાથી લોકો હસે છે.

તમે એકથી એક ખતરનાક સ્ટંટના વીડિયો (Stunt Video) તો જોયા જ હશે, ઘણી વખત સ્ટંટ કરતી વખતે લોકોના જીવ પણ જાય છે. આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. હવે આ વીડિયો જુઓ, કેવી રીતે એક વ્યક્તિ હાઇવે પર પોતાની બાઇક ચલાવી રહ્યો છે, તે પણ તેના પર બેસીને નહી પરંતુ ઉભો રહીને. પછી જુઓ વીડિયોમાં તમારા માટે આગળ શું થાય છે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ વિચિત્ર સ્ટંટ કરી રહ્યો છે. તે ચાલુ બાઇક પર વારંવાર ઉછળી રહ્યો છે, ક્યારેક તે તેનો હાથ છોડી દે છે, તો ક્યારેક તે સીટ પરથી ઉભો થઈ જાય છે અને અંતે સ્ટાઈલ મારવાના ચક્કરમાં બાઇક પરથી ઉતરી જાય છે અને ચાલવા લાગે છે. જે બાદ તેનું સંતુલન બગડે છે અને તે બાઇક સાથે પડી જાય છે.

 

Play Watch on Instagram

લોકો આ વીડિયો ક્લિપ માત્ર એકબીજા સાથે શેર કરી રહ્યા નથી પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આવા ખતરનાક કૃત્ય કરવા માટે વ્યક્તિની હિંમતની પ્રશંસા કરવી કે તેની મૂર્ખતા પર હસવું તે લોકો સમજી શકતા નથી. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આવા સ્ટંટ કરતા પહેલા આપણે ઘણી પ્રેક્ટિસ કરવી જોઈએ.’ અન્ય યુઝરે ટિપ્પણી કરી કે બીજી વાર સ્ટંટ કરતા પહેલા સો વખત વિચારશે’.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 01 ઓક્ટોબર: લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે અંત આવી શકે, દિવસ સામાન્ય રહે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 01 ઓક્ટોબર: સંજોગો તમારી તરફેણમાં છે, યોગ્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સમયનો લાભ ઉઠાવો

આ પણ વાંચો – 

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 01 ઓક્ટોબર: રાજકીય લોકોની મુલાકાત સફળ સાબિત થશે, સફળતાના દ્વાર ખુલશે