સોશિયલ મીડિયાની (Social media) દુનિયામાં લગ્ન સાથે જોડાયેલી ઘણી ફની વાતો વારંવાર વાયરલ થતી રહે છે. કેટલાક લોકોને જોઈને આપણે હસીને લોટપોટ થઇ જાય છે. તો કેટલાક એવા વીડિયો હોય છે જેને તમે વારંવાર જોવા ઈચ્છો છો. જો કે, લગ્નમાં વર-કન્યાનું નાચવું સામાન્ય બાબત બની ગઈ છે.
દરરોજ કોઈને કોઈ નવા કપલનો વીડિયો વાયરલ થાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હન પોતાના લગ્નમાં જોરદાર ડાન્સ કરી રહી છે, એટલો બધો કે દર્શકો પણ પોતાને ડાન્સ કરતા રોકી શક્યા નથી. ચોક્કસ આ દુલ્હનનો ડાન્સ વીડિયો તમને પણ ડાન્સ કરવા મજબુર કરી દેશે.
આપણે બધા જાણીએ છીએ કે લગ્નમાં સૌથી વધુ લાઈમલાઈટ દુલ્હનના ડાન્સ પર હોય છે. આ જ કારણ છે કે આજકાલ છોકરીઓ લગ્ન પહેલા જ પોતાની ગ્રાન્ડ એન્ટ્રીનું સપનું જુએ છે, પરંતુ કેટલીકવાર દુલ્હન પણ નર્વસ થઈ જાય છે. પરંતુ ઘણી દુલ્હનોએ તેમના ડાન્સથી સ્ટેજ પર કંઈક માહોલ બનાવી દીધો હોય છે. આવો જ એક દુલ્હનનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે તેના હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ કપડાં પહેરેલી દુલ્હન સ્ટેજ પર એકદમ હરિયાણવી સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. દુલ્હન એટલી મસ્ત રીતે ડાન્સ કરતી જોવા મળે છે કે તેના સ્ટેજ પાસે ઉભેલી વ્યક્તિ પણ પોતાની જાતને ડાન્સ કરતા રોકી શકતી નથી, આવી સ્થિતિમાં તે પણ દુલ્હન સાથે તાલમેલ સાધીને ડાન્સ કરવા લાગે છે અને આ બાદ બંને ડાન્સ ફ્લોર પર મસ્તી સાથે ડાન્સ કરે છે. લગ્નમાં હાજર તમામ લોકો ઉભા થઈને બંનેને જોવા લાગે છે.
વીડિયો જોઈને લાગે છે કે આ ડાન્સ લગ્ન પહેલા કોઈ વિધિ દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે. ડાન્સ કરતી વખતે દુલ્હનની સ્માઈલ હાર્ટ ટચિંગ છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને જોઈને તમે પણ દુલ્હનના ફેન થઈ જશો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોને Instagram પર photoshoot_wedding નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટ પર તમને લગ્ન સાથે જોડાયેલા બીજા ઘણા ફની વીડિયો જોવા મળશે. પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. મોટાભાગના લોકો દુલ્હન માટે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ થઇ જજો સાવધાન, શહેરમાં કોરોનાના ડેલ્ટા અને કપ્પા બે વેરીએન્ટ ફરી રહ્યાં છે
આ પણ વાંચો : IMAએ તમામ ડાયાબિટીસના દર્દીઓને કોવિડ વેક્સીન લગાવવા પર મુક્યો ભાર, જરૂર પડવા પર ત્રીજો ડોઝ આપવાની પણ માંગ