તુર્કીયેની હોસ્પિટલની નર્સે જીવ જોખમમાં મૂકી નવજાત બાળકોને બચાવ્યા, જુઓ ભૂકંપ સમયનો Video Viral

ભૂકંપ સમયના અને ભૂકંપ પછીના બચાવકાર્યના અનેક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર તુર્કીયેની એક હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

તુર્કીયેની હોસ્પિટલની નર્સે જીવ જોખમમાં મૂકી નવજાત બાળકોને બચાવ્યા, જુઓ ભૂકંપ સમયનો Video Viral
Hospital nurse Viral Video
Image Credit source: twitter
| Updated on: Feb 14, 2023 | 7:09 AM

તુર્કીયે-સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ વિનાશકારી ભૂકંપો આવ્યા હતા. આ ભૂકંપને કારણે આ દેશોમાં ભારે તબાહી મચી છે. ભૂકંપના કારણે તબાહ થયેલી મકાનોના કાટમાળ નીચેથી અનેક લોકો જીવિત બહાર આવી રહ્યાં છે. ભૂંકપના 1 અઠવાડિયા બાદ હવે કોઈના કાટમાળ નીચેથી જીવિત આવવાની સંભાવના ઓછી છે. ભૂકંપના કારણે 13 ફેબ્રુઆરી સુધીમાં 34 હજારથી વધારે લોકોના મોત થયા છે.

ભૂકંપ સમયના અને ભૂકંપ પછીના બચાવકાર્યના અનેક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર તુર્કીયેની એક હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નર્સ જીવના જોખમે નવજાત બાળકોના જીવ બચાવતા જોવા મળી રહ્યા છે.

6 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યા પછી તુર્કીયે સહિતના દેશોમાં 3 વિનાશકારી ભૂકંપો આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીયેનું ગાઝિયાંટેપ શહેર હતું. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપને કારણે હોસ્પિટલની સામ્રગીઓને ઝટકા લાગી રહ્યાં છે. 2 નર્સ ભૂકંપને કારણે આશ્ચર્યચકિત છે અને તેઓ નવજાત બાળકોને કોઈ નુકશાન નહીં થાય તેના માટે તેમના ઈન્કયુબેટર્સને પકડી રાખે છે. તેઓ પોતાના જીવના જોખમે નવજાત બાળકો માટે હોસ્ટિલમાં જ અડીખમ ઉભા રહે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નર્સની હિંમતને સલામ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાન બધાની રક્ષા કરે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,નવજાત બાળકો માટે આ નર્સ દેવદૂત સમાન છે.

Published On - 7:07 am, Tue, 14 February 23