
Viral Video: આપણી આજુબાજુ ઘણીવાર એવા ઘણા ગંદા કૃત્યો જોવા મળે છે, જેને જોઈને લોહી ઉકળી ઉઠે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ગુસ્સાથી ભરાઈ જશો. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ જાહેરમાં, અન્ય વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરનાર આ વ્યક્તિ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા વીડિયો તમે બહુ ઓછા જોયા હશે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે આવા લોકોની જગ્યા માત્ર અને માત્ર જેલમાં હોવી જોઈએ.
क्या इसकी गिरफ़्तारी हो गई है ? pic.twitter.com/0N8OTnYDtD
— Gurpreet Garry Walia (@GarryWalia_) July 4, 2023
વાયરલ થઈ રહેલો આ વીડિયો મધ્યપ્રદેશનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો માનવતાને શર્મશાર કરી નાખે તેવો છે. આ વિડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે કેવી રીતે લુખ્ખાઓ નિર્ભયતાથી કંઈ પણ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નીચે બેઠેલા અન્ય વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે તે સિગારેટ પીતી વખતે બેદરકારીથી આ પ્રકારનું બેશરમ કામ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે તેની ધરપકડની માંગ શરૂ કરી દીધી હતી. લોકો પૂછવા લાગ્યા કે આ ગુનેગારની ધરપકડ થઈ કે નહીં.
હવે આ વીડિયોને લઈને યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, ‘આવા હેવાન લોકોને શરિયા કાયદા હેઠળ સજા મળવી જોઈએ જેથી કરીને આવુ કૃત્ય ફરીથી જોવા ન મળે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ માણસ કેટલો હેવાન છે’ આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ આ હેવાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
मेरे संज्ञान में सीधी जिले का एक वायरल वीडियो आया है…
मैंने प्रशासन को निर्देश दिए हैं कि अपराधी को गिरफ्तार कर कड़ी से कड़ी कार्रवाई कर एनएसए भी लगाया जाए।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 4, 2023
આ વીડિયોની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આરોપીઓ વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું, ‘સીધી જિલ્લાનો એક વાયરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યો છે… મેં પ્રશાસનને ગુનેગારની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા અને NSA લાગુ કરવા સૂચના આપી છે.’