Video Viral: મા તે મા બીજા વગડાના વા, બાળકને ખોળામાં લઈ રિક્ષા ચલાવી રહી હતી મહિલા, લોકોએ માતાના કર્યા વખાણ

સોશિયલ મીડિયા પર ક્યારેક એવા પણ વીડિયો વાયરલ થઈ જતા હોય છે જે જોયા પછી યુઝર્સ ઈમોશન થઈ જાય છે જોકે થોડા દિવસ પહેલા જ વરસાદમાં બાઈક પર બેસીને માતાને પુત્ર જઈ રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો હતો.

Video Viral: મા તે મા બીજા વગડાના વા, બાળકને ખોળામાં લઈ રિક્ષા ચલાવી રહી હતી મહિલા, લોકોએ માતાના કર્યા વખાણ
| Edited By: | Updated on: Jul 07, 2023 | 12:40 PM

Video Viral: સોશિયલ મીડિયા પર રોજ નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જે જોયા પછી યુઝર્સ પેટ પકડીને હસવા લાગે છે તો કેટલાક વીડિયો એટલા જબરદસ્ત કે જેનો જોયા પછી યુઝર્સ વિચારવા મજબૂર થઈ જાય છે.

જો કે સોશિયલ મીડિયા પર ક્યારેક એવા પણ વીડિયો વાયરલ થઈ જતા હોય છે, જે જોયા પછી યુઝર્સ ઈમોશન થઈ જાય છે જોકે થોડા દિવસ પહેલા જ વરસાદમાં બાઈક પર બેસીને માતાને પુત્ર જઈ રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં માતા પોતે પલડીને બાળકના માંથા પર હાથ રાખીને બેઠેલી જોવા મળી હતી કારણેકે તેના પુત્રને વરસાદના પાણીના ટીપા માંથા પર ન પડે.

ખોળામાં બાળક લઈ મહિલા ચલાવી રહી હતી રિક્ષા

ત્યારે માતા એ ભગવાનનો આશીર્વાદ છે, જેનું સ્થાન ક્યારેય બીજું કોઈ લઈ શકતું નથી અને તે પોતાના બાળકોને સારું જીવન આપવા માટે કંઈ પણ કરી શકે છે. ત્યારે ઇન્ટરનેટ પર ઘણા ઉદાહરણો છે જે દર્શાવે છે કે ઘણી માતાઓ જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેમના બાળકને ખવડાવવા અને તેમને સારું ભવિષ્ય આપવા ઘણા પ્રયાસો કરતી જોવા મળે છે.

હવે આવી જ એક માતાનો વીડિયો જે ઈ-રિક્ષા ચલાવે છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં મહિલા તેના વાહનમાં બેઠેલી ગ્રાહકો સાથે વાતચીત કરતી જોવા મળે છે. વીડિયોને નજીકથી જોશો તો તમને તેના ખોળામાં એક નાનું બાળક દેખાશે. થોડા સમય પછી, મહિલા સવારી પર બેસીને ત્યાંથી નીકળી જાય છે અને કાળજીપૂર્વક બાળકને તેના ખોળામાં બેસાડે છે.

વીડિયો વાયરલ

આ વીડિયો એટલો સરસ છે કે જે જોયા પછી લોકો કહી રહ્યા છે કે માં ખરેખર માં છે. તે ચાહે તો કઈ પણ કરી શકે. ત્યારે આ મહિલા પોતાના કામની સાથે માતા હોવાની પણ જવાબદારી નિભાવી રહી છે જે જોઈને લોકો ઈમોશનલ થઈ ગયા છે. આ વીડિયોને ઘણી પ્રતિક્રિયાઓ અને વ્યૂઝ મળ્યા છે. લોકો આ સ્ત્રીના વખાણ કરી રહ્યા છે. તો ઘણા લોકોએ મહિલાનું સરનામું પૂછી રહ્યા છે જેથી કરીને તેઓ તેને આર્થિક મદદ કરી શકે. કેટલાકે તેણીની હિંમતની પણ પ્રશંસા કરી છે.