રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનની તકેદારીએ મુંબઈના બાંદ્રા ટર્મિનસ (BDTS) પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે લપસીને પડી ગયેલા મુસાફરનો જીવ બચાવ્યો છે. પશ્ચિમ રેલ્વેએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સમગ્ર ઘટનાની એક વિડિયો ક્લિપ શેર કરી હતી અને લોકોને ચાલતી ટ્રેનમાં ન ચઢવા અથવા ઉતરવા માટે વિનંતી કરવામાં વિનંતી કરવામાં આવી હતી.
7-સેકન્ડના વીડિયોની શરૂઆતમાં, ભારે સૂટકેસ સાથેનો એક માણસ ચાલતી ટ્રેનને પકડવા માટે ટ્રેન તરફ દોડતો જોઈ શકાય છે. દરમિયાન, તે પેસેન્જર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડાવા જ જતો હોય છે અને ત્યા આરપીએફ જવાન આવીને તેને ખેંચી લે છે.
Let’s not whisk, your life is precious than anything else!
We urge passengers not to board or deboard a running train. https://t.co/DJQtc8oo4R
— Ministry of Railways (@RailMinIndia) March 21, 2023
ટ્રેન સ્ટેશન પર સુશીલ કુમાર નામના ત્યાં તૈનાત આરપીએફ કોન્સ્ટેબલ તેને ભાગીને આવતા જોઈ જાય છે કે તરત જ તેની તરફ ભાગે છે અને જ્યારે વ્યક્તિ ચાલતી ટ્રેનમાં પગ મુકવા જાય છે અને તે લપસી જાય છે. આ સમય દરમિયાન RPF જવાન સમય પર ન પહોંચી શકયા હોત તો વ્યક્તિ તેનો જીવ ગુમાવી બેસેત પણ, થોડી જ ક્ષણોમાં આરપીએફ જવાન તેને ટ્રેનથી દૂર ખેંચે છે, જેનાથી મુસાફરનો જીવ બચી જાય છે. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
પશ્ચિમ રેલવે દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે RPF કોન્સ્ટેબલ સુશીલ કુમારની તત્પરતા અને હાજરીએ BDTS પર ચાલતી ટ્રેન નંબર 12471 સ્વરાજ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલા એક યાત્રીનો જીવ બચાવ્યો, મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ચાલતી ટ્રેનમાં ન ચઢે અને ટ્રેન ચાલવા લાગે તો પ્લેટફોર્મથી દૂર ઉભા રહે ક્યારેક ટ્રેનની ગતી પણ ઉભેલી વ્યક્તિને ટ્રેનની ગતી સાથે ખેંચી શકે છે.
પશ્ચિમ રેલ્વેની ક્લિપને રીટ્વીટ કરીને રેલ્વે મંત્રાલયે મુસાફરોને ચાલતી ટ્રેનમાં ન ચઢવા વિનંતી કરી છે. કેપ્શનમાં લખ્યું છે, “હંમેશા ઉતાવળમાં ન રહો, તમારું જીવન કોઈપણ વસ્તુ કરતાં વધુ કિંમતી છે! અમે મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ ચાલતી ટ્રેનમાં ન ચઢે કે ન ઉતરે.”
શેર કરવામાં આવી ત્યારથી, ક્લિપ લગભગ 50,000 વખત જોવામાં આવી છે. એક યુઝરે લખ્યું, ‘ભારતીય રેલ્વે પણ આવી ઘટનાઓ અને રેલવે ટ્રેક પર આવતા મુસાફરોને ટાળવા માટે દિલ્હી મેટ્રો દ્વારા શરૂ કરાયેલ પ્લેટફોર્મ ડોર સિસ્ટમ શરૂ કરે તો સારું રહેશે.’