ઐશ્વર્યા રાયના ગીત પર કાકાએ લગાવ્યા ઠુમકા !, મહેમાનો જોતા જ રહી ગયા, જુઓ Viral Video

|

Apr 08, 2023 | 9:24 AM

આ વીડિયોને @aylogyworld નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને જોયા બાદ હજારો લોકોએ તેને પસંદ કર્યો. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ ડાન્સ ખરેખર શાનદાર છે.

ઐશ્વર્યા રાયના ગીત પર કાકાએ લગાવ્યા ઠુમકા !, મહેમાનો જોતા જ રહી ગયા, જુઓ Viral Video
Uncle dances video

Follow us on

બહુ જૂની કહેવત છે કે જીંદગી તો દિલથી જીવવી. મતલબ કે જીવનની દરેક ક્ષણને એવી રીતે જીવો કે તે ક્ષણ પસાર થવાનું દુ:ખ ન રહે. આ નિવેદનને સાબિત કરતો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વૃદ્ધ કોઈ ફંક્શનમાં ઐશ્વર્યા રાયના ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કાકાને જોયા પછી તમે સમજી શકશો કે ઉંમર માત્ર એક નંબર છે. કાકાનો આત્મવિશ્વાસ અને ઉર્જાનો કોઈ જવાબ નહી.

લગ્નની પાર્ટીમાં જ્યારે પણ લોકોને તક મળે છે ત્યારે તેઓ દિલ ખોલીને ડાન્સ કરે છે. બાળકો હોય કે વડીલો, દરેક જણ તેમના ટેલેન્ટને બતાવવાનો મોકો શોધે છે અને મોકો મળતાં જ પોતાના પરફોર્મન્સથી મહેફીલ જમાવી દેય છે. હવે આ ક્લિપ તમે જ જુઓ, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ આવો ડાન્સ કરતા જોવા મળે છે, જેને જોઈને આજના યુવાનો પણ પોતાની ફિટનેસ પર શરમાઈ જશે. વૃદ્ધના આ પ્રદર્શનમાં એક અલગ જ પ્રકારની ઉર્જા અને ઉત્સાહ છે. જેને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ

એવું કહેવાય છે કે જ્યારે માણસ ખુશ હોય છે ત્યારે તે દિલ ખોલીને નાચે છે અને જો તેને મોકો મળે તો તે સ્ટેજને પોતાનું બનાવવા માટે કોઈ કસર છોડતો નથી. સામાન્ય રીતે જે ઉંમરે લોકો યોગ્ય રીતે ઉઠી અને બેસી શકતા નથી. એ ઉંમરે આ વડીલ કાકા જે રીતે ડાન્સ કરી રહ્યા છે તે ખરેખર અદ્ભુત છે. તેમનો ડાન્સ જોઈને એવું લાગે છે કે તે તેમના જમાનાના કોઈ પ્રોફેશનલ ડાન્સર હશે ! વૃદ્ધોનો આવો ડાન્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારે છે કે આ ઉંમરે તેમની એનર્જી અને સ્ટેમિનાનું રહસ્ય શું છે?

આ વીડિયોને aylogyworld નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને જોયા બાદ હજારો લોકોએ તેને પસંદ કર્યો. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ ડાન્સ ખરેખર શાનદાર છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે આવા ડાન્સ માટે ઘણી હિંમતની જરૂર છે. બાય ધ વે, તમને આ વિડિયો કેવો લાગ્યો, તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો

Next Article