Ukraine : ક્યાંક રાણી લોહીથી કરે છે સ્નાન, તો કોઇએ પોતાની દિકરીને જીવતી ચણાવી દિવાલમાં, જાણો યુક્રેનની 5 હોન્ટેડ જગ્યા

|

Feb 24, 2022 | 11:46 AM

યુક્રેન ખૂબ જ સુંદર દેશ છે, પરંતુ અહીં કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં જવા માટે દરેક લોકો અચકાય છે. આ વિશે ઘણી લોકપ્રિય વાર્તાઓ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે યુક્રેનની 5 એવી જગ્યાઓ જે છે સૌથી રહસ્યમય...

Ukraine : ક્યાંક રાણી લોહીથી કરે છે સ્નાન, તો કોઇએ પોતાની દિકરીને જીવતી ચણાવી દિવાલમાં, જાણો યુક્રેનની 5 હોન્ટેડ જગ્યા
ukrain (symbolic image )

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યુ છે. આ કારણે સમગ્ર વિશ્વની નજર યુક્રેન અને રશિયા પર ટકેલી છે. યુક્રેન યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. તેનો કુલ વિસ્તાર લગભગ છ લાખ ચોરસ કિમી છે. આ દેશની કુલ વસ્તી 4.49 કરોડ છે. જો કે યુક્રેન ખૂબ જ સુંદર દેશ છે, પરંતુ અહીં કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં જવા માટે દરેક લોકો અચકાય છે. આ વિશે ઘણી લોકપ્રિય વાર્તાઓ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે યુક્રેનની 5 એવી જગ્યાઓ જે છે સૌથી રહસ્યમય…

પલાનોક કૈસલ

આ સ્થળ યુક્રેનના મુકાચેવો શહેરના ટ્રાન્સકારપાથિયા વિસ્તારમાં છે. આ સ્થળ જ્વાળામુખી પર્વત પર આવેલું છે અને તેનો ખૂબ જ સમૃદ્ધ ઇતિહાસ છે. તેના મહેલનો પ્રથમ ઉલ્લેખ 11મી સદીનો છે. આ યુક્રેનની સૌથી રહસ્યમય જગ્યાઓમાંથી એક છે. ઉઝ નદી સાથે જોડાયેલ 32 મીટર ઊંડો પાણીનો કૂવો છે. લોકો માને છે કે તેમના ગુરૂની પુત્રી, એક હંગેરિયન છોકરી, એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ જે મહેલ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે તેને ગુપ્ત માર્ગ વિશે જાણકારી આપી. આ કારણે મહેલનો માલિક ગુસ્સે થયો અને તેણે તેની પુત્રીને મહેલની દિવાલોમાં ચણાવી દિધી. એવું કહેવાય છે કે તેનો આત્મા હજી પણ ભટકે છે અને તેના પ્રેમીને બોલાવે છે.

કબ્રસ્તાનની ઉપર બનેલી હોસ્પિટલ

યુક્રેનની સૌથી રહસ્યમય જગ્યાઓ પૈકીની એક નીપ્રો શહેરમાં આવેલી રેડ ક્રોસ હોસ્પિટલ છે. લોકોનું કહેવું છે કે અહીં શેતાન ભેગા થાય છે અને તેમની વિધિઓ કરે છે. કેટલીકવાર સ્થાનિક લોકો હોસ્પિટલની બારીઓમાં લાઇટ જુએ છે, જો કે ઘણા સમયથી અહીં વીજળી નથી. વાસ્તવમાં આ હોસ્પિટલ 1910માં ધર્મશાળા તરીકે ખોલવામાં આવી હતી. હોસ્પિટલમાં મૃત્યુ દર લગભગ 80% હતો. તેના ઉદઘાટનના ત્રણ વર્ષ પછી, ત્યાંના નાગરિકોએ હોસ્પિટલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, અને દાવો કર્યો કે અહીં ડોકટરોએ દર્દીને મારી નાખ્યા છે. ત્યારથી આ સ્થળ નિર્જન બની ગયું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લિસા હોરા

આ કિવમાં સૌથી રહસ્યમય સ્થળોમાંનું એક છે. એવું કહેવાય છે કે લિસા હોરામાં દુષ્ટ આત્માઓનો મેળાવડો છે. આ સ્થળ પર્વતીય સાપની દંતકથા સાથે સંકળાયેલું છે જે પૃથ્વીની આસપાસ લપેટીને પોતાને કરડે છે. જ્યાં તે પોતાને કરડે છે તેને લિસા હોરા કહેવામાં આવે છે. પહેલાં લિસા હોરા ખાતે આધ્યાત્મિક વેદી અને મંદિર હતું. 19મી સદીના અંતે, લિસોહોર્સ્કી કિલ્લાને પોસ્ટ સ્ટોકેડમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. કિવ લોકો આ સ્થાનથી દૂર રહેવાની ભલામણ કરે છે. એવું કહેવાય છે કે જે લોકો હજુ પણ અહીં જાય છે તેઓ અસ્વસ્થતા અનુભવે છે. કેટલાક લોકોને એવું લાગે છે કે કોઈ તેમને જોઈ રહ્યું છે.

બોના હિલ

બોના ટેકરી પર ભૂતપૂર્વ રજવાડાના કિલ્લાના અવશેષો હજુ પણ ઊભા છે. તે ક્રેમેનેટ્સ શહેરના ટેર્નોપિલ પ્રદેશમાં સ્થિત છે. પર્વતનું નામ સુંદર રાણી બોના સ્ફોર્ઝા સાથે જોડાયેલું છે. સુંદર રાણીએ શેતાન સાથે સોદો કર્યો હોવાનું કહેવાય છે, શેતાને તેને કાયમ યુવાન અને સુંદર રહેવાનું વચન આપ્યું હતું. પરંતુ તે મેળવવા માટે, રાણીએ કુવારી છોકરીઓનો ભોગ આપવો પડ્યો. તેને મહેલની ટોચ પરથી પર ફેંકવામાં આવી હતી. આટલું જ નહીં, બોનાએ છોકરીઓના લોહીથી નહાતી હતી.

ધ હાઉસ ઓફ ધ વિચ

યુક્રેનના ઉસાટોવો ગામમાં એક વિચિત્ર ઘર છે, જે લગભગ તમામ ઓડેસાના રહેવાસીઓ માટે જાણીતું છે. એવું કહેવાય છે કે આ ઘર એક વૃદ્ધ નાવિક દ્વારા બનાવવામાં આવ્યું હતું જેને પાછળથી અહીં દફનાવવામાં આવ્યું હતું. હવે, લોકો ઘરની નજીક વિચિત્ર આવાજ આવે છે. જેના કારણે ત્યાં કોઈ જતું નથી. આ સ્થળ વિશે બીજી એક વાર્તા છે, જેમાં એવું કહેવામાં આવે છે કે હાઉસ ઓફ ધ વિચનું સ્થાન પ્રથમ ગિલોટીન હતું. થોડા સમય પછી, તેઓએ એક ઘર બનાવ્યું જ્યાં એક દુષ્ટ ચૂડેલ સ્થાયી થયો. તેણીના મૃત્યુ પછી કોઈ મહિલાને દફનાવવા માંગતા ન હતા, તેથી તેના મૃતદેહને ઘરના વિસ્તારમાં જ દફનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

આ પણ વાંચો :Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Published On - 11:19 am, Thu, 24 February 22

Next Article