
ઘરમાં ઉધઈનો ઉપદ્રવ થવાના વિચાર માત્રથી જ ચિંતા થઈ શકે છે, તેથી સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. તપાસ કરો કે તમારા ઘરમાં તો ક્યાંક ઉધઈનો ઉપદ્રવ શરૂ તો નથી થઈ ગયો ને, કારણ કે જો તેને અત્યારે રોકવામાં ન આવે, તો પરિસ્થિતિ માત્ર ચિંતાજનક બાબતથી ક્યાંય આગળ વધી શકે છે. ત્યારે એવો જ એક વીડિયો સોશિય મીડિયામાં સામે આવ્યો છે, જે જોઈને તમે પણ ચોકી જશો. એક ફ્લેટ લાંબા સમયથી બંધ હતો બાદમાં તેને ખોલવામાં આવતા ફ્લેટની હાલત જોઈ તમારી આંખો પણ ચાર થઈ જશે. આ ફ્લેટની સ્થિતિ એવી છે કે ઓનલાઈન વાયરલ થઈ રહેલો તેનો વીડિયો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ કોઈમ્બતુર સ્થિત ‘smash.pest.control’ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘર એક વર્ષથી બંધ હતું, જેના કારણે ઉધઈએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ એક ફ્લેટ હતો જે છેલ્લા એક વર્ષથી બંધ હતો. જે બાદ ઉધઈએ તે ઘરમાં અડ્ડો જમાવી દીધો, અને ઘર ખોલતા જે દ્રશ્ય સામે આવ્યું તે ભયાનક હતુ.
રસોડાના કેબિનેટ્સ ખોલતા જ એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવે છે. ઉધઈની સંખ્યા એટલી વધારે છે કે જાણે તેમણે સર્વાંગી હુમલો કર્યો હોય તેવું લાગે છે. લાકડાને કોતરી ખાવાને કારણે વિચિત્ર આકારો પણ બની ગયો છે.
વીડિયો જોયા પછી, લોકોનું માનવું છે કે ઉધઈએ આ જગ્યાને પોતાનું ઘર બનાવી લીધું છે. એક યુઝરે ટિપ્પણી કરી કે આ હવે ઘર નથી રહ્યું પરંતુ ઉધઈનું સામ્રાજ્ય બની ગયું છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે આ કોઈ નવા ગ્રહ જેવું લાગે છે. વળી, એક અન્ય વ્યક્તિએ સૂચન કર્યું કે કેબિનેટ્સ બદલી નાખવા જોઈએ.