Trending Video : આર્મીનો યુનિફોર્મ પહેરતા જ આતંકવાદીને મારવાની જીદ કરવા લાગી બાળકી! વીડિયો જોવા જેવો

વાયરલ વીડિયોમાં, છોકરી આર્મી યુનિફોર્મ પહેરેલી જોવા મળે છે. સૈનિકના પોશાકમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ જાય છે; તે પોતાને ખરેખર આર્મી કર્મચારી હોય અને હવે તે આતંકવાદીઓને મારવા જવાની જીદ્દ કરવા લાગે છે.

Trending Video : આર્મીનો યુનિફોર્મ પહેરતા જ આતંકવાદીને મારવાની જીદ કરવા લાગી બાળકી! વીડિયો જોવા જેવો
viral girl video
| Updated on: Aug 16, 2026 | 12:07 PM

ગઈકાલે દેશભરમાં સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ત્રિરંગો, દેશભક્તિના ગીતો અને ઉજવણીના દ્રશ્યો બધે જ દેખાય છે. બાળકો વિવિધ શાળાના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે સરકારી કચેરીઓ અને બજારો પર રાષ્ટ્રધ્વજ ગર્વથી લહેરાતો હોય છે. આ વચ્ચે, એક નાની છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

નાની બાળકીએ પહેર્યો આર્મી યનુફોર્મ

વાયરલ વીડિયોમાં, છોકરી આર્મી યુનિફોર્મ પહેરેલી જોવા મળે છે. સૈનિકના પોશાકમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ જાય છે; તે પોતાને ખરેખર આર્મી કર્મચારી હોય અને હવે તે આતંકવાદીઓને મારવા જવાની જીદ્દ કરવા લાગે છે.

 

આર્મી યનુફોર્મ પહેરતા જ આતંકવાદીને મારવાની જીદ કરવા લાગી

વીડિયોમાં યુનિફોર્મ પહેર્યા પછી, છોકરી થોડી ઉગ્ર અને ભાવુક થઈને કહી રહી છે કે , “હું આતંકવાદીઓને મારવા માંગુ છું.” આ સાંભળીને, રૂમમાં હાજર લોકો હસવા લાગે છે. તે બાદ તેના પરિવારના સભ્યો રમતિયાળ રીતે તેણીને પૂછે છે કે તેઓ તેના માટે આતંકવાદી ક્યાંથી શોધીને લાવે, ત્યારે જવાબમાં તે પહેલાની વાત જ ફરી રિપિટ કરે છે તે આંતકવાદીને મારવા માંગે છે. પરિવારના લોકો તેને ચિડાવે છે અને છોકરી અકરાઈ જાય છે અને જીદ પકડીને બેસી જાય છે.

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા

આ નિર્દોષ પ્રતિભાવ અને તેના હાવભાવે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના દિલ જીતી લીધા છે. દર્શકો તેની નિર્દોષતા અને આર્મી યુનિફોર્મ પહેરીને તે જે ઉત્સાહ દર્શાવે છે તેનાથી મોહિત થયા છે. લોકો પ્રશંસા કરી રહ્યા છે કે આટલી નાની ઉંમરે, બાળક માટે આતંકવાદ જેવા ગંભીર મુદ્દાઓની કઠોર વાસ્તવિકતાઓને સમજવી મુશ્કેલ છે પણ તેમ છત્તા આ બાળકી આતંકવાદીને મારવા તત્પરતા દાખવી રહી છે.

બાળકીના આત્મવિશ્વાસની થઈ રહી પ્રશંસા

સ્વતંત્રતા દિવસ હંમેશા બાળકોમાં એક અનોખો દેશભક્તિનો ઉત્સાહ લાવે છે. કેટલાક ત્રિરંગા સાથે કૂચ કરતા જોવા મળે છે, જ્યારે અન્ય સ્વતંત્રતા સેનાનીઓ અથવા સૈનિકોનો પોશાક પહેરે છે. શાળાઓ દેશભક્તિના ગીતો, ભાષણો, નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉત્સવના વાતાવરણમાં, આર્મી યુનિફોર્મમાં આ નાની છોકરીનો વીડિયો લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં નાની છોકરી જે આત્મવિશ્વાસ સાથે બોલે છે તે તેને અન્ય લોકોથી અલગ પાડે છે. તેની નિર્દોષતા અને તેના ચહેરા પરનો આનંદ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણીને તેનો નવો ડ્રેસ કેટલો ગમે છે. સ્વતંત્રતા દિવસની ભાવના વચ્ચે, આ નાનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યો છે. આ વીડિયો @hardeep._.chauhan નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Trending Video : મમ્મીએ ચોકલેટ ના આપી, તો 3 વર્ષનો માસૂમ પહોચ્યોં પોલીસ સ્ટેશન, પછી જે થયું..જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.