
ચેન્નાઈમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પરથી કાર લઈને પસાર થઈ રહેલા શખ્સ સાથે અચાનક એવી ઘટના બને છે કે જોનારાઓ પણ ચોંકી જાય. ટાઈડલ પાર્ક (TIDEL Park) મેટ્રો બાંધકામ સ્થળ નજીક અચાનક રસ્તો ધસી પડ્યો અને મોટો ખાડો પડી ગયો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી કાર સીધી ખાડામાં ખાબકી ગઈ અને પલટી ગઈ. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
આ ઘટનાના ફોટા અને વીડિયો સામે આવતાં સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. રસ્તાની સપાટી બેસી જતાં નીચેની મસ મોટો ભૂવો પડી ગયો છે. બાંધકામ વિસ્તારની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં, રસ્તો અચાનક ધસી પડવાની ઘટના એ સવાલો ઊભા કર્યા છે.
વીડિયોનો સૌથી ચોંકાવનાર વાત એ છે કે જમીન ધસી પડ્યા પછી મોટો ભૂવો થઈ જાય છે અને કાર તે ભૂવામાં ફસાઈ જાય છે. અકસ્માત બાદ વાહનની આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને વીડિયોમાં નજીકના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ પણ જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં મેટ્રોના બાંધકામ દરમિયાન ભૂગર્ભ માળખાગત સુવિધાઓ જેમ કે પાઈપલાઈન, ડ્રેનેજ સિસ્ટમ અને જમીનની સ્થિરતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે; આ બાબતોમાં કોઈપણ સમસ્યા ઉપરના રસ્તાને જોખમમાં મૂકી શકે છે. આવી ઘટનાઓ જાહેર સુરક્ષા અંગે ચિંતા વધારે છે.
चेन्नई में अचानक सड़क धंसी, कार पलटी
TIDEL Park के पास मेट्रो निर्माण के दौरान सड़क धंसने से एक कार गड्ढे में फंसकर पलट गई।
क्रेन से कार निकालने का काम जारी है, वहीं आसपास भारी ट्रैफिक जाम लगा हुआ है।
#Chennai #TIDELPark https://t.co/4SFepjwMJY
— Payall Singhh (@PayallSingh13) October 8, 2026
ચેન્નાઈમાં મેટ્રોનો વિકાસ શહેરના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. બહેતર પરિવહન રસ્તાઓ પરના ટ્રાફિક જામને ઘટાડવામાં અને શહેરના વિવિધ ભાગો વચ્ચે જોડાણ સુધારવામાં મદદ કરી શકે છે. જોકે, મોટા માળખાગત પ્રોજેક્ટ્સ સાથે, બાંધકામની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે.
ટાઈડલ પાર્ક નજીક રસ્તો ધસી પડવાને કારણે શહેરની ગતિવિધિઓ થોડા સમય માટે થંભી ગઈ હતી. અહેવાલો અનુસાર, કારને બહાર કાઢવા માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે કોઈને ઈજા થઈ હોય કે મોટું નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલ નથી.