Tiger Attack Video: સેલ્ફી લેવા જતા ભારતીય વ્યક્તિ પર વાઘે કર્યો હુમલો, ઘટનાનો Video આવ્યો સામે

એક ભારતીય વ્યક્તિ તે થાઈલેન્ડના પાર્કની મુલાકાતે ગયો હતો ત્યાં વાઘ જોડે સેલ્ફી પડાવવા જતા વાઘએ'ભારતીય વ્યક્તિ' પર હુમલો કરી દીધો. જે જોઈને આસપાસના લોકો ડરી ગયા અને બુમા-બુમ કરી મુકી

Tiger Attack Video: સેલ્ફી લેવા જતા ભારતીય વ્યક્તિ પર વાઘે કર્યો હુમલો, ઘટનાનો Video આવ્યો સામે
Tiger Attack viral Video
| Updated on: May 30, 2025 | 12:43 PM

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે તેમા પણ ખૂંખાર જાનવર સાથે કોઈ વ્યક્તિનો ફોટો લેતા વીડિયો તમે જોયા હશે, ત્યારે હાલ જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વાઘ સાથે સેલ્ફિ લેવા જતા વાઘ તે વ્યક્તિ પર હુમલો કરી દે છે.

વાઘે ભારતીય વ્યક્તિ પર કર્યો હુમલો

સોશિયલ મીડિયામાં સામે આવેલો વીડિયો થાઇલેન્ડના એક પર્યટક પાર્કનો છે. મોટોભાગના પ્રવાસીઓ થાઈલેન્ડ જાય ત્યારે આવા પાર્કની મુલાકાત લેતા હોય છે અને વાઘ સાથે ફોટા પડાવવાનો અનુભવ મેળવતા હોય છે.

થાઈલેન્ડ પાર્કમાં બની ઘટના

ત્યારે અહીં પણ એવું જ થયું એક ભારતીય વ્યક્તિ તે થાઈલેન્ડના પાર્કની મુલાકાતે ગયો હતો ત્યાં વાઘ જોડે સેલ્ફી પડાવવા જતા વાઘએ’ભારતીય વ્યક્તિ’ પર હુમલો કરી દીધો. જે જોઈને આસપાસના લોકો ડરી ગયા અને બુમા-બુમ કરી મુકી. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને તે જોઈ દરેક વ્યક્તિ ગભરાઇ ગયા છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

નેટીઝન્સે આવી રીતે જાનવર જોડે સેલ્ફી પડાવવાની સુવિધાઓની નિંદા કરી છે, તેમણે તેને ખતરનાક અને વાઘ માટે શોષણકારી ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, “વાઘ સેલ્ફી પ્રોપ્સ નથી.” આ હુમલો પ્રવાસીઓના મનોરંજન માટે પાલતુ કલાકારો તરીકે જંગલી પ્રાણીઓનો ઉપયોગ કરવાના સ્વાભાવિક જોખમને પ્રકાશિત કરે છે. અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.