શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala) હવે ભલે આ દૂનિયામાં ન હોય પરંતુ તેમની કહેલી વાતો અને વિચારમાં તે હાલ લોકોના દિલમાં રાજ કરે છે. આજે જ્યારે માર્કેટ કરેક્શન થયું અને રાકેશ ઝુનઝુનવાલાનો એર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે શેરમાર્કેટની મહિલા સાથે સરખાવ્યું છે.
આ પણ વાંચો : શેરબજારમાં કડાકો, BSE સેન્સેક્સ 954 પોઈન્ટ સરક્યું, શેર ખરીદવા માટે ઉત્તમ તક…
એકવાર આલિયા ભટ્ટે તેને શેરબજાર વિશે પ્રશ્ન કર્યો, ત્યારે તેણે જવાબ આપ્યો “શેરબજાર એક મહિલા જેવું છે -તેને કેરની, રીસ્પેક્ટની અને તેની અસ્થિરતાને સમજવાની જરૂર છે.” દરેક વ્યક્તિ જે શેરબજારનો રાજા બનવાની કોશિશ કરી આર્થર રોડ જેલમાં ગયો. તમે તેની સાથે રહીને, તેની સાથે એડજસ્ટ થવાથી, તેનું સન્માન કરીને જ જીવી શકો છો. “તેણે સ્મિત સાથે કહ્યું કે તેમને “જોખમી બજારો અને પ્રેમમાં સ્ત્રીઓ” પસંદ કરે છે.
શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં લગભગ 1000 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 2.50 કલાકે સેન્સેક્સ 65,597.70 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 65431.68 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આંકડાઓ અનુસાર, સેન્સેક્સ 20 જુલાઈના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી લગભગ 2200 પોઈન્ટ્સ નીચે આવ્યો છે.
20 જુલાઈના રોજ સેન્સેક્સ 67619.17 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં પણ લગભગ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે છે અને તે 19,434.20 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે 20 જુલાઈથી નિફ્ટીમાં 550 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. 20 જુલાઈના રોજ, નિફ્ટી 19,991.85ની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.