ઓટો ડ્રાઈવરે કર્યું જોરદાર કામ, ગરમીથી બચવા રિક્ષામાં જ લગાવી દીધું કુલર -VIDEO VIRAL

|

Jun 02, 2023 | 9:20 AM

આજકાલ માત્ર એસી કાર અને બસો જ આવે છે, બસ એસી ચાલુ કરો તો તમને ગરમીમાંથી ત્વરિત રાહત મળે છે, પરંતુ ઓટો ચાલકોને ગરમીથી કેવી રીતે રાહત મળશે? આવી સ્થિતિમાં એક ઓટો ડ્રાઈવરે અદભુત કામ કર્યું છે. તેણે ઓટોની પાછળ કુલર લગાવ્યું છે, જેથી તેને ગરમીથી રાહત મળી શકે.

ઓટો ડ્રાઈવરે કર્યું જોરદાર કામ, ગરમીથી બચવા રિક્ષામાં જ લગાવી દીધું કુલર -VIDEO VIRAL
VIRAL VIDEO

Follow us on

સતત વધી રહેલી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. જો કે વચ્ચે વચ્ચે વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદ બંધ થતાની સાથે જ આકરી ગરમી શરૂ થઈ જાય છે. આવા સંજોગોમાં લોકો કરે તો કરે શું? ખાસ કરીને તે લોકો જેઓ રિક્ષા ચલાવે છે, ઓટો ચલાવે છે અને દિવસભર ગરમીમાં કામ કરે છે તેમના માટે આ આકરી ગરમીના દિવસો રાળ ખવડાવી દેય છે.

આજકાલ માત્ર એસી કાર અને બસો જ આવે છે, બસ એસી ચાલુ કરો તો તમને ગરમીમાંથી ત્વરિત રાહત મળે છે, પરંતુ ઓટો ચાલકોને ગરમીથી કેવી રીતે રાહત મળશે? આવી સ્થિતિમાં એક ઓટો ડ્રાઈવરે અદભુત કામ કર્યું છે. તેણે ઓટોની પાછળ કુલર લગાવ્યું છે, જેથી તેને ગરમીથી રાહત મળી શકે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

રીક્ષામાં લગાવ્યું કુલર

તમે જોયું હશે કે જ્યારે ખૂબ ગરમી હોય છે ત્યારે ઓટોમાં બેઠેલા લોકો પણ પરેશાન થઈ જાય છે, કારણ કે પવન નથી ફૂંકતો અને પવન આવે છે તો તે તડકાને કારણે ખૂબ જ ગરમ હવા ફેકે છે. જેના કારણે લોકોને પરસેવો થાય છે. હવે આવી સ્થિતિમાં જો કોઈ ઓટો ડ્રાઈવર પોતાની રિક્ષામાં જ કુલર લગાવે તો નવાઈ લાગશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઓટો ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેના પાછળના ભાગમાં એક નાનું કૂલર લાગેલું છે. દેખાવ પરથી એવું લાગતું નથી કે ઓટો ચાલક દ્વારા કુલર ક્યાંક ડિલિવરી કરવામાં આવશે, પરંતુ દેખાવ પરથી સ્પષ્ટ થાય છે કે કૂલર ઓટોમાં કાયમી ધોરણે ફીટ કરવામાં આવ્યું છે, કારણ કે તે હલતું પણ નથી. ગરમીમાંથી રાહત મેળવવા માટે આ એક સરસ યુક્તિ છે.

વીડિયો વાયરલ

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કબીર_સેટિયા નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3.9 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 લાખ 38 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. પ્રકારની ફની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. .

એક યુઝરે લખ્યું છે કે, ‘આ અમારું બિહાર છે, અહીં કંઈ પણ થઈ શકે છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘ઉનાળામાં પણ ઠંડી લાગે છે’. એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘ભારત પ્રગતિ કરી રહ્યું છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આ શોધ ભારતની બહાર ન જવી જોઈએ’.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article