Viral Video : Tanzanian વ્યક્તિએ શાહરુખના ઝાલિમા સોન્ગ પર કર્યુ જબરદસ્ત Lip-syncs, વીડિયો જોઇ લોકોએ કર્યા વખાણ

કિલી પૉલ (Kili Paul) શાહરૂખ ખાન અને માહિરા ખાન પર ચિત્રિત ગીત ઝાલિમા સાથે સંપૂર્ણ રીતે લિપ-સિંક કરે છે. તે આશ્ચર્યજનક છે કે કેવી રીતે પૌલ એક પણ શબ્દ ચૂક્યા વિના અથવા ગુંચવાયા  વિના ગીતને જોરદાર રીતે લિપ-સિંક કરે છે.

Viral Video : Tanzanian વ્યક્તિએ શાહરુખના ઝાલિમા સોન્ગ પર કર્યુ જબરદસ્ત Lip-syncs, વીડિયો જોઇ લોકોએ કર્યા વખાણ
Kili Paul
| Edited By: | Updated on: Nov 30, 2021 | 2:08 PM

આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. ખાસ કરીને ડાન્સ અને મ્યુઝિકને (Music) લગતા કોઈ પણ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે વીડિયોમાં જે સોંગ ચાલી રહ્યું છે તે બોલિવૂડનું ફેમસ ગીત છે, પરંતુ તેના પર પરફોર્મ કરી રહેલો યુવક તાંઝાનિયન (Tanzanian Man)છે. તે આ સોંગ પર ખૂબ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.

તાજેતરના વીડિયોમાં, કિલી પૉલ (Kili Paul) શાહરૂખ ખાન અને માહિરા ખાન પર ચિત્રિત ગીત ઝાલિમા સાથે સંપૂર્ણ રીતે લિપ-સિંક કરે છે. તે આશ્ચર્યજનક છે કે કેવી રીતે પૌલ એક પણ શબ્દ ચૂક્યા વિના અથવા ગુંચવાયા  વિના ગીતને જોરદાર રીતે લિપ-સિંક કરે છે. ઝાલિમા 2017ની ફિલ્મ રઈસનું ગીત છે. તેને અરિજીત સિંહ અને હર્ષદીપ કૌરે ગાયું છે. આ ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ કમ્પોઝ કર્યા છે.

તેણે આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યુ કે મારું એક પ્રિય ગીત @iamsrk. મારા ભારતીય લોકોને ખૂબ આભાર જેમણે મને આટલો બધો સપોર્ટ કર્યો. મને તમારા લોકોના પ્રેમ અને સપોર્ટની જરૂર છે

નેટીઝન્સે આ વીડિયોને જોરદાર થમ્બ્સ અપ આપ્યો છે. ગીતને સંપૂર્ણ રીતે લિપ-સિંક કરવા માટે કિલી પૌલની પ્રશંસા કરતા શબ્દોથી આખુ કોમેન્ટ સેક્શન ભરાય ગયુ છે. એક યુઝરે લખ્યું, “આઆઆહ, હિન્દી ગીત પર તમારું લિપ-સિંક જોઇને ઘણો આનંદ થયો. ભારત તરફથી ઘણો પ્રેમ છે. અન્ય એક યૂઝરે પણ કોમેન્ટ કરીને લખ્યુ ખૂબ સરસ.

આ પણ વાંચો –

સબ્યસાચીના જવેલરીની જાહેરાત પર થયો નવો વિવાદ, જેને યુઝરે માહૌલ- એ-માતમ’ બતાવ્યું, જાણો આ પાછળનું કારણ

આ પણ વાંચો – Surat: 12 ટકા GST કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે, નાણામંત્રીને રજુઆત કરવા ટેક્ષટાઇલ સંગઠનો થયા એકજુટ

આ પણ વાંચો – Surat : હવે ઇન્ટરનેશનલ લાયસન્સ માટે પણ આરટીઓ કચેરીના ધક્કા ખાવા નહીં પડે, સુવિધાઓ થઇ ઓનલાઇન