TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: દવાખાને બોર્ડ મારેલું હતુ, નવા કેસનાં 300 જુના કેસનાં 200…

|

Jan 13, 2022 | 5:23 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: દવાખાને બોર્ડ મારેલું હતુ, નવા કેસનાં 300 જુના કેસનાં 200...
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

👩‍🏫ટીચર : લેસન કેમ નથી કર્યું.
🤗ભૂરો : લાઈટ નોતી.
👩‍🏫ટીચર : તો મીણ બત્તીએ લખાય ને.
😕ભૂરો : પણ બાકસ ન હતી…બાકસ મંદિરમાં હતી …
👩‍🏫ટીચર : તો લવાય ને.
☹ભૂરો : હું નાહયો નોતો.
👩👩‍🏫ટીચર : કેમ નોતો નાહયો..
😟ભૂરો : ઉપર ટાકીમાં પાણી નોતું.
👩👩‍🏫ટીચર : કેમ પાણી નોતું.
☹ભૂરો : મોટર બન્ધ હતી.
👩👩‍🏫ટીચર : કેમ મોટર બન્ધ હતી.
😡ભૂરો : તારો બાપ પેલા તો કીધું કે લાઈટ નોતી…

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

……………………………………………………………………………….

😃😃😃😃😃😃
ટીચર : તુ મોટો થઈને શું કરીશ?

દિપેન : લગ્ન
ટીચર : અરે નહિ, હું પૂછવા માંગું છુ કે

તુ મોટો થઈને શું બનીશ?

દિપેન : વરરાજો

ટીચર : ઓહો…. મારો પૂછવાનો મતલબ એમ

છે કે તુ મોટો થઈને શું હાંસલ કરીશ?

દિપેન : દુલ્હન

ટીચર : અરે બેવકૂફ, મારો મતલબ કે મોટો

થઈને મમ્મી-પપ્પા માટે શું કરીશ?

દિપેન : વહુ લાવી આપીશ…

ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી

શું અપેક્ષા રાખે છે?

દિપેન : પોત્રની

ટીચર : (માથે હાથ દઈને), હે ભગવાન, બે હું તને પૂછવા

માંગું છુ કે તારી જિંદગીનો મકસદ શું છે ?

દિપેન : અમે બે, અમારા બે
😆😆😆😆😆😆😆😆😆

…………………………………………………………………………….

દવાખાને બોર્ડ મારેલું હતુ

નવા કેસનાં 300
જુના કેસનાં 200

એક કાકા પહેલી વાર ગયા

કાકા કહે જૂનો કેસ છે

કેસ લખવા વાળી બેન કે આખા મહિનાની ફાઇલ જોઇ પણ તમારુ નામ ક્યાંય નથી

ભાભા : તો હું શું ખોટુ બોલુ છુ
કાગળ ક્યાંક મુકાય ગયો હશે

બેને ડૉક્ટરને અંદર જઈને કીધુ

ડોક્ટર કે આવુ કેવી રીતે બને
કાઈ નઈ અંદર આવવા દે

તપાસ કરી ડોક્ટરે અંગ્રેજીમાં દવા લખી આપી

કાકા મેડિકલે ગયા કાગળ આપ્યું
દવા આપો

મેડીકલ વાળો ભાઈ કે

કાકા આમાં દવા નથી લખી

આમાં લખ્યું છે કે

બધુ બરાબર છે આગળની જૂની દવા ચાલુ રાખવી

ડોકટર સાથે હોશિયારી કે દોઢ દહાપણ કરવુ નહિં…નહિતર આવુ થાય

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

Next Article