
ફિલ્મ ગદર 2ની આજકાલ ભારે ચર્ચા ચાલી રહી છે. ફિલ્મને જોવા માટે સિનેમાઘરોમાં પડાપડી થઈ રહી છે. ફેનમાં ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે લોકો ટ્રેકટર લઈને ફિલ્મ જોવા ઉમટી પડ્યા હતા તો ક્યાક હથોડા સાથે ચાહકો થિયટરોમાં ફિલ્મ જોવા ગયા હતા જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે. TV9 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.
ફિલ્મ ગદર 2ને જોવા લોકો મોટી સંખ્યામાં પહોચી રહ્યા છે ત્યારે એક થિયેટરમાં ફિલ્મ ચાલી રહી હતી તે સમયે એક યુવકે પાકિસ્તાન ઝિંદાબાદ નારા લગાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને તે વીડિયો ગુજરાતનો કહેવામાં આવી રહ્યો હતો. જો કે ફેક્ટ ચેક કરતા સામે આવ્યું છે કે આ વીડિયો ગુજરાતનો નહીં પણ બરેલી હતો જ્યાં બરેલીના એક થિયેટરમાં કેટલાક લોકો નસાની હાલતમાં ફિલ્મ જોવા બેઠે હતા જેના કારણે ત્યાં અન્ય લોકો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે દાવો એ પણ કરવામાં આવ્યો હતો કે વીડિયોમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા આથી લોકોએ તે યુવકને માર માર્યો પણ આ દાવો ખોટો છે જે ફેક્ટ ચેક કરતા સામે આવ્યુ છે
આ વીડિયો amdavad.media દ્વારા શેર કરવામાં આવ્યો છે જો કે આ થિયેટર અને તે ઘટના અંગેની પુષ્ટિ કરતા ખુદ બરેલી પોલીસે તેની જાણકારી આપી છે કે કેટલાક લોકો નસાની હાલતમાં ફિલ્મ જોવા બેઠા હતા અને ત્યાં કોઈ કારણોસર અન્ય લોકો સાથે બોલાચાલી બાદ આ બનાવ બન્યો હતો.
ભારતીયોમાં દેશ પ્રેમ સૌથી ઉપર રહ્યો છે અને ગદર ફિલ્મમાં રિલીઝ થઈ હોય અને દેશ દાઝ દેખાડવામાં આવી રહ્યો છે. જો કે થિયેટમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પણ તે દાવો ભ્રામક છે. બરેલી પોલીસે આ અંગે વધુ જણાવતા કહ્યું હતુ કે થિયેટરમાં કોઈ કારણોસર ઉગ્ર બોલા ચાલી થઈ હતી અને લોકો સામે સામે હાથાપાઈ પર ઉતરી ગયા હતા. હાલ ગદર 2ને લઈને ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે લોકો ફિલ્મ નિહાળવા માટે થિયેટરોમાં પડાપડી કરી રહ્યા છે ત્યારે અહીં જે થિયેટરમાં બન્યુ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Published On - 12:51 pm, Wed, 16 August 23