સબ્યસાચીના જવેલરીની જાહેરાત પર થયો નવો વિવાદ, જેને યુઝરે માહૌલ- એ-માતમ’ બતાવ્યું, જાણો આ પાછળનું કારણ

|

Nov 30, 2021 | 1:08 PM

ફેમસ ફેશન અને જ્વેલરી ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની નવી જાહેરાત ટ્રોલરના નિશાના પર છે. નવી બહાર પાડવામાં આવેલી જાહેરાત જ્વેલરીની છે. જ્વેલરીની જાહેરાતમાં ઘણી મોડલ્સ જ્વેલરી પહેરેલી જોવા મળે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે, જાણો તેની પાછળનું શું છે કારણ.

સબ્યસાચીના જવેલરીની જાહેરાત પર થયો નવો વિવાદ, જેને યુઝરે માહૌલ- એ-માતમ બતાવ્યું, જાણો આ પાછળનું કારણ
File photo

Follow us on

જાણીતી ફેશન અને જ્વેલરી ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની નવી જાહેરાત ટ્રોલરના નિશાના પર છે. નવી બહાર પાડવામાં આવેલી જાહેરાત જ્વેલરીની છે. જ્વેલરીની જાહેરાતમાં ઘણી મોડલ્સ જ્વેલરી પહેરેલી જોવા મળે છે. સામાન્ય રીતે જ્વેલરી એડમાં મોડલ્સ જ્વેલરી સાથે ખુશ હોય છે, જે સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ સબ્યસાચીની જાહેરાતમાં મોડલ્સના ચહેરા પર એ ખુશી દેખાતી નથી.

જ્વેલરી જાહેરાતમાં જોવા મળેલી મોડલના ચહેરા પર કોઈ હાવભાવ નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ સબ્યસાચીની જાહેરાતને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, તસવીર જોઈને લાગે છે કે પૈસાથી તમે ખુશી નથી ખરીદી શકતા, તો આટલા મોંઘા ઘરેણાં પર પૈસા કેમ ખર્ચો છો ? તે જ સમયે, અન્ય એક મહિલા યુઝરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, આ મહિલાઓ આટલી ગુસ્સામાં કેમ છે.

ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલિંગની શરૂઆત થઇ હતી. આ જાહેરાત બે દિવસ પહેલા સબ્યસાચીના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ જ્વેલરી એડની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘માહૌલ-એ-મતમ’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, શું થયું? શા માટે તેઓ બધા આટલા ઉદાસ છે? શું કોઈનું મૃત્યુ થયું છે?

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ એવા પણ છે જેમણે આ જાહેરાતને સમર્થન આપ્યું છે. જાહેરાતને સર્વશ્રેષ્ઠ ગણાવતા એક યુઝરે લખ્યું છે, ઓસમ. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, મને લાગે છે કે તમામ મોડલ્સ તેમના પરફેક્ટ પોઝ આપી રહ્યા છે. તે ખૂબ જ કુદરતી અને તટસ્થ છે. જાહેરખબરમાં તેણીના હસતા ન હોવાના કારણે એક વાત સ્પષ્ટ થાય છે કે મોડેલો પોતાના માટે જ જ્વેલરી પહેરે છે અન્ય માટે નહીં, અભિનંદન.

હાલમાં જ સબ્યસાચીના મંગલસૂત્ર સાથે જોડાયેલી જાહેરાત વિવાદમાં આવી હતી. તાજેતરમાં, સબ્યસાચી દ્વારા ‘ધ રોયલ બેંગાલ ટાઈગર આઈકન’ના નામે રોયલ જ્વેલરીનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. તેની જાહેરાતમાં મહિલાઓ અને પુરૂષો ટૂંકા કપડા પહેર્યા હતા. હિંદુ ધર્મમાં મંગળસૂત્રને પવિત્ર માનવામાં આવે છે. તેને મોડલ સાથે રજૂ કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો અને જાહેરાત પાછી ખેંચવી પડી હતી.

આ પણ વાંચો : Shashank Vyas Birthday : શશાંક વ્યાસે ‘બાલિકા વધૂ’ પહેલા આપ્યા હતા 285 ઓડિશન, મળ્યો ‘જગિયા’નો રોલ

આ પણ વાંચો : દુનિયાના વિચિત્ર દેશ, ક્યાંક રાત્રે ટોયલેટ ફ્લશ કરવા બદલ મળે છે સજા તો ક્યાંક નહીં કરવા બદલ

Next Article