રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા વિનાશક યુદ્ધને લગભગ (Russia Ukraine War) બે મહિના થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ યુદ્ધ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી. તે જ સમયે, રશિયન સેના યુક્રેનના દરેક શહેરને તબાહ કરવા પર તત્પર છે. તબાહીના દ્રશ્ય સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક યુક્રેનિયન સૈનિકનો વીડિયો (Ukrainian Soldier Bullet Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૈનિક પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને બતાવે છે કે કેવી રીતે તેના સ્માર્ટફોને તેનો જીવ બચાવ્યો. મોબાઈલની પાછળની બુલેટ જોઈ શકાય છે. જો ફોન ન હોત, તો આ ગોળી સીધી સૈનિકને વાગી હોત, જેનાથી તેનો જીવ જતો રહ્યો હોત.
વાયરલ ક્લિપમાં તમે બે યુક્રેનિયન સૈનિકો વચ્ચે વાત કરતા જોઈ શકો છો. આમાં એક સૈનિક ખિસ્સામાં હાથ નાખે છે અને મોબાઈલ ફોન બહાર કાઢે છે. ફોનની હાલત જોઈને બંને આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્માર્ટફોનની પાછળ એક બુલેટ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બુલેટ 7.62 એમએમની છે. સૈનિક તેના ફોનની હાલત જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને ઉપરવાળાનો આભાર માને છે. વીડિયો જોઈને તમે સમજી શકો છો કે જો આ ગોળી તેના ફોનને વાગી ન હોત તો કદાચ આજે આ સૈનિક જીવિત ન હોત.
આ 30-સેકન્ડની ક્લિપ સૌપ્રથમ સોશિયલ ડિસ્કશન ફોરમ Reddit પર શેર કરવામાં આવી હતી. આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટના લોકો પણ ખૂબ જ આશ્ચર્યમાં છે. વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અપવોટ્સ મળી ચૂક્યા છે. તે જ સમયે, Reddit વપરાશકર્તાઓ સતત આના પર પોતાનો પ્રતિસાદ નોંધાવી રહ્યા છે. કોઈએ પૂછતાં પૂછ્યું કે શું આ ફોન નોકિયાનો છે, તો કોઈ કહે છે કે નોકિયાનો ફોન છે તો શક્ય છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં યુક્રેનની એન્ટી બોમ્બ સ્કવોડે હાથ અને પાણીથી શક્તિશાળી રશિયન બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જો કે, ઘણા લોકોએ સલામતીનાં પગલાં અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો