
ક્યારેક રેસ્ટોરન્ટમાં એ પ્રકારની ઘટના સામે આવે છે કે જેને જાણીને એમ થઈ જાય છે કે ક્યારેય રેસ્ટોરન્ટમાં જમવા જવું કે નહી. આવા જ પ્રકારનીએક ઘટના સામે આવી છે અમેરિકામાં કે જ્યાં એક મહિલાને જમવામાં કોની કપાયેલી આંગળી પિરસી દેવામાં આવી જે બાદ મહિલાના હોશ ઉડી ગયા હતા.
કપાયેલી આંગળીને જમવામાં જોવી એ જ એક હાદસાથી કમ નથી અને મહિલા સાઓથે ઘટેલી ઘટના બાદ તેણીએ રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ કરી દીધો હતો. આ મહિલા શાંતીથી જમી રહી હતી અને સલાડ ખાવા દરમિયાન તેને કઈંક અજુગતુ લાગ્યુ હતું જે જાણ્યા બાદ તે સહમી ગઈ હતી કેમકે તે કોઈની કપાયેલી આંગળીને ચાવી રહી હતી. કોઈ પુરૂષની કપાયેલી આંગળી જમવામાં આવ્યા બાદ તેણે કેસ દાખલ કરી દીધો હતો.
નાયપોસ્ટના અહેવાલ મુજબ, ગ્રીનવિચની એલિસન કોજીએ જણાવ્યું કે તેણે આ વર્ષે 7 એપ્રિલે ન્યૂયોર્કની લોકપ્રિય રેસ્ટોરન્ટ ‘ચોપ્ટ’માંથી સલાડ મંગાવ્યો હતો. મહિલાનો આરોપ છે કે તેને સલાડમાં કાપેલી આંગળી પીરસવામાં આવી હતી, જે તેને ચાવતી વખતે સમજાયું કે તે સલાડ નહીં પણ કંઈક બીજું છે.
આ મુદ્દે જ્યારે કેસ ચાલ્યો ત્યારે હોટેલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે રેસ્ટોરન્ટના મેનેજરે જ ભુલથી તેની આંગળી કાપી નાખી હતી. તે સલાડ માટે સબજી કાપી રહ્યો હતો ત્યારે આ નઘટના બની હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.
મહિલાએ આરોપ લગાડ્યો હતો કે સલાડમાં આંગળી જોઈને તેને પેનિક એટેક આવ્યો હતો અને તેને અચાનક ગરદન અને ખભામાં દુ:ખાવો થઈ આવ્યો હતો. આરોગ્ય વિભાગે આ સંદર્ભે કાર્યવાહી કરી ને ચોપ્ટ પર $ 900 નો દંડ લાગુ કર્યો હતો.
જણાવી દઈએ કે અમેરિકામાં આવા પ્રકારની ઘટના બનતી રહે છે. અગાઉ 2016 માં, કેલિફોર્નિયામાં એક ગર્ભવતી મહિલાએ એપલબીની રેસ્ટોરન્ટ પર આરોપ મૂક્યો હતો કે તેને પીરસવામાં આવતા સલાડમાં લોહીવાળી આંગળીઓ મળી આવી હતી. 2012માં મિશિગનથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એક યુવકે રોસ્ટ બીફ સેન્ડવિચમાં કપાયેલી આંગળી મળી હોવાનો દાવો કર્યો હતો.
Published On - 6:17 pm, Thu, 30 November 23