વોટ્સએપ પર રાહુલ ગાંધીના મીમ્સ થઈ રહ્યા છે વાયરલ, પારલે જી વાળું છે સુપર વાયરલ

ત્રણ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન અને છત્તીસગઢમાં પહેલાથી જ કોંગ્રેસની સરકાર હતી. હાર બાદ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વિશેના મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વોટ્સએપ પર રાહુલ ગાંધીના મીમ્સ થઈ રહ્યા છે વાયરલ, પારલે જી વાળું છે સુપર વાયરલ
Rahul Gandhi memes
| Updated on: Dec 06, 2023 | 3:47 PM

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના મત ગણતરીના ટ્રેન્ડને જોતાં લોકો સોશિયલ મીડિયા પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. મતગણતરી મુજબ ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં પોતાની સત્તા પર પાછી આવતી દેખાઈ રહી છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની હાલત ખરાબ છે.

રાહુલ ગાંધી પર વાયરલ થઈ રહેલા ફની મીમ્સ

આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીનો એક એડિટેડ વીડિયો શેર કર્યો છે. જે ટ્રેન્ડિંગ મીમ ‘મોયે મોયે’ના ગીત પર બનાવવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાહુલ ગાંધીએ જે કહ્યું તે સાચું જણાઈ રહ્યું છે. વોટ્સએપ પર પણ લોકો મજાથી વાયરલ મીમ્સ શેર પણ કરી રહ્યા છે. ચાલો તમને આજે રાહુલ ગાંધી પર વાયરલ થઈ રહેલા ફની મીમ્સ બતાવીએ.

ફોટો અને વીડિયો થઈ રહ્યા છે વાયરલ

અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીની મતગણતરીનો અને રિઝલ્ટ આવ્યા બાદનો ટ્રેન્ડ જોતા લોકો સોશિયલ મીડિયા પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. કોંગ્રેસની હાર પર સોશિયલ મીડિયા પર ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોયે મોયે…થી લઈને ‘ખતમ, ટાટા, બાય-બાય’ અને પારલે જીનું ‘હારલે જી’ કરીને ત્યાં સુધીના ફની વીડિયો તેમજ ફોટા વાયરલ થતાં જોવા મળી રહ્યા છે.

(Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.)

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો