એક સમય હતો જ્યારે લોકો વિમાનમાં મુસાફરી કરવાનું સપનું જોતા હતા, પરંતુ સમયની સાથે આ સપનું આજે સામાન્ય બની ગયું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાનો કિંમતી સમય બચાવવા માટે ટ્રેન કે બસને બદલે ફ્લાઈટમાં (Flight) મુસાફરી કરે છે. હવે જેમણે ફ્લાઇટમાં મુસાફરી કરી છે, તેઓ જાણે છે કે ટેક ઓફ કરતા પહેલા ક્રૂ મેમ્બર્સ અથવા પાઇલોટ આવે છે અને યાત્રીઓને મુસાફરી માટે અંગ્રેજી અને હિન્દીમાં શુભેચ્છા પાઠવે છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ક્લિપ વાયરલ (Viral Video Clip) થઈ રહી છે. જેમાં ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ ભોજપુરી (Bhojpuri) ભાષામાં જાહેરાત કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈન્ડિગો ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો સાથે અચાનક પાઈલટે ભોજપુરી ભાષામાં વાત કરવાનું શરૂ કરી દીધું હતું. ભોજપુરીમાં વાત કરતા પાયલોટે કહ્યું, ‘સારે લોગન કે ઇન્ડિગો પરિવાર કી તરફસે રઉઆ. સબ લોગન કે હાર્દિક અભિનંદન કરેજા’ ફ્લાઈટની અંદરનો 59 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
अपनी भाषा बोलिए, पढ़िए, लिखिए और प्रोत्साहित कीजिए.
Nice gesture @IndiGo6E pic.twitter.com/BbRn4AR5kR— Awanish Sharan (@AwanishSharan) October 29, 2021
આ વીડિયો શેર કરતાં અવનીશ શરણે લખ્યું, ‘તમારી ભાષા બોલો, વાંચો, લખો અને પ્રોત્સાહિત કરો. ‘બેસ્ટ જેસ્ચર ઈન્ડિગો’ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને 28 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે લગભગ 4177 લોકોએ તેને પસંદ કર્યો. ટ્વિટર યુઝર્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આના પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. યુઝર પર કોમેન્ટ કરતાં લખ્યું છે- આ પરિવર્તનનો સમયગાળો છે. બીજા યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ‘આ વાતાવરણ ખરેખર ખુશનુમા છે.’ અન્ય યૂઝરે લખ્યું, ‘ભોજપુરી ગ્લોબલ થઈ ગઈ છે!’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –