પોપટે કાર રાઇડની માણી મોજ, વીડિયો જોઇ સોશિયલ મીડિયા યુઝર્સ થયા ખુશ

|

Jul 15, 2022 | 3:25 PM

વીડિયોમાં એક સુંદર સફેદ પોપટ કારની બારીની કિનારે બેઠો છે અને ઝડપી પવનની મજા માણી તેની પાંખો ખોલી રહ્યો છે. પોપટની આ પ્રજાતિને કોકો કહેવામાં આવે છે, જુઓ વીડિયો

પોપટે કાર રાઇડની માણી મોજ, વીડિયો જોઇ સોશિયલ મીડિયા યુઝર્સ થયા ખુશ
Parrot

Follow us on

સોશિયલ મીડિયા (social media) પર યુઝર્સ આવા વીડિયો જોવાનું પસંદ કરે છે, જેને જોઈને તેઓ ખૂબ હસી શકે છે. કેટલાક કૂતરાની ચતુરાઈ જોઈને ખુશ થઈ જાય છે, કોઈ બિલાડીની નિર્દોષ હરકતો જોઈને અને કોઈ જંગલી પ્રાણીઓના વીડિયો જોઈને ખુશ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આવા પ્રાણી અને પક્ષીના વીડિયો અવારનાવાર વાયરલ (viral videos) થતા હોય છે.

આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે જેણે યૂઝર્સ ખુશ કરી દીધા છે. આ વીડિયો એક પોપટનો છે જે કારની ખુલ્લી બારી પર બેસીને સરસ કારની સવારીનો આનંદ માણી રહ્યો છે. વીડિયોમાં એક સુંદર સફેદ પોપટ કારની બારીની કિનારે બેઠો છે અને તેજ પવનની મજા માણી તેની પાંખો ખોલી રહ્યો છે. પોપટની આ પ્રજાતિને કોકો કહેવામાં આવે છે. તેને માયુની શેરીઓમાં કાર સર્ફિંગ કરવાનું પસંદ છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ક્યુટેસ્ટ બર્ડ નામના ઇન્સ્ટાગ્રામ પેજએ વિડિયો શેર કર્યો છે અને તેને “સુપરહીરો” તરીકે કેપ્શન આપ્યું છે. પોપટ જ્યારે બારીમાંથી પસાર થાય છે ત્યારે તે સુપરહીરો જેવો દેખાય છે. તે રસ્તા પર જતા વાહનો અને લોકોની અવરજવરનો ​​આનંદ લેતો પણ જોવા મળે છે.

વિડીયો વાયરલ થયો

નેટીઝન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરે છે, તેથી સુપર હીરો પોપટના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ યુઝર્સ (180K લાઈક્સ) લાઈક કરી ચૂક્યા છે.

Next Article