Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ

|

Nov 06, 2021 | 9:26 AM

આ પોસ્ટને અત્યાર સુધીમાં 26,000 થી વધુ લોકોએ લાઈક કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ 4 હજારથી વધુ રીટ્વીટ સાથે વાયરલ પણ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે

Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ
On the occasion of Diwali, Zomato did an emotional tweet, users shared their pain through comments

Follow us on

દરેક વ્યક્તિ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરે છે. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ છે જે ખૂબ જ સુંદર છે. હવે Zomato એ તેના ચાહકો અને ફોલોવર્સ માટે હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી છે. દરેકને તેમનો આ ભાવનાત્મક સંદેશ ખૂબ જ પસંદ આવ્યો છે. Zomato એ તે પરિવારો માટે પોસ્ટ શેર કરી છે જેમણે કોરોનાવાયરસની બીજી લહેરમાં તેમના સંબંધીઓ અથવા ખાસ લોકોને ગુમાવ્યા છે. Zomato દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને દરેક લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, તેની સાથે લોકો ખૂબ જ ભાવુક પણ થઈ રહ્યા છે.

તસવીર શેર કરતાં Zomatoએ તેમાં લખ્યું છે કે, ‘જે ઘરોમાં આ વર્ષે લાઈટો નથી પ્રગટાવવામાં આવી, જ્યાં મીઠાઈનો સ્વાદ દરેક માટે ફિક્કો પડી ગયો છે, જ્યાં વર્ષના પ્રારંભે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા ત્યાં હવે તેઓ દરેક તહેવારને નાનો અનુભવી રહ્યા છે. અમે જાણીએ છીએ કે આ ખુશ થવા માટે ખૂબ જલ્દી હશે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે તમને ટૂંક સમયમાં ફરીથી ખુશી મળશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ પોસ્ટને અત્યાર સુધીમાં 26,000 થી વધુ લોકોએ લાઈક કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ 4 હજારથી વધુ રીટ્વીટ સાથે વાયરલ પણ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં, કોમેન્ટ સેક્શનમાં હૃદય સ્પર્શી પ્રતિક્રિયાઓ જોવા મળી. Zomatoએ આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

 

Zomatoની આ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ધન્યવાદ Zomato. મારી માતાએ ગયા વર્ષે દીવો પ્રગટાવ્યો હતો. 3 મહિના પછી રહ્યા નહીં.
પોતાને ખોવાયેલો અનુભવુ છુ.’ અન્ય યુઝરે લખ્યું, ‘ધન્યવાદ Zomato. આ દિવાળી સારી લાગે તે માટે મારાથી બનતો પ્રયાસ કરી રહ્યો છું, કારણ કે મેં મારો ભાઈ ગુમાવ્યો છે, હું દર મિનિટે તેના વિશે વિચારતો રહું છું.

આ પણ વાંચો –

Multibagger stock : રોકાણકારોના 1 લાખ 1 વર્ષમાં 4.5 લાખ થયા, જાણો 450% થી વધુ રિટર્ન આપનાર સ્ટોક વિશે

આ પણ વાંચો –

ક્રિકેટર KL Rahulએ આથિયા શેટ્ટી સાથેના સંબંધોને કર્યા જાહેર, બર્થ ડે પર તસવીર પોસ્ટ કરી લખ્યુ આ…

 

Next Article