OMG : માણસે બનાવ્યા સફરજન અને જામફળના ભજીયા ! યુઝર્સ વીડિયો જોઈને થયા હેરાન, કહ્યું હવે આ શું છે ભાઈ !

તમે બધાએ ઘણા પ્રકારના પકોડા ખાધા હશે, પરંતુ આ દિવસોમાં એક અલગ જ રીતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ફ્રુટના ભજીયા બનાવી રહ્યો છે. જે જોયા બાદ યુઝર્સ ભડકી ઉઠ્યા છે.

OMG : માણસે બનાવ્યા સફરજન અને જામફળના ભજીયા ! યુઝર્સ વીડિયો જોઈને થયા હેરાન, કહ્યું હવે આ શું છે ભાઈ !
OMG Man made apple and guava fritters
| Edited By: | Updated on: Mar 17, 2023 | 12:37 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં ફૂડ સાથેના પ્રયોગો ચોંકાવનારા હોય છે. ક્યારેક કોઈ ચોકલેટ પાણી પુરી બનાવે છે તો કોઈ ચીઝ સોડા. જો કે આ રીતે પ્રયોગો કરવા પાછળ લોકોને કઈક અટપટો સ્વાદ માણવા મળે તેને લઈને પ્રયોગો કરતા હોય છે. જો કે ઘણા પ્રયોગો ભોજનને સ્વાદિષ્ટ બનાવી દે છે, જેમકે ચોકલેટ સેન્ડવીચ પણ ઘણીવાર આવુ અતરંગી કરવાના ચક્કરમાં ખોરાક સાથે લોકો એવી મજાક કરતા જોવા મળે છે કે તે વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે થઈ જાય છે. ત્યારે એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક સફરજન અને જામફળના ભજીયા બનાવી રહ્યો છે.

ફળોના ભજીયા !

આજ કાલ અતરંગી કોમ્બીનેશન વાળુ ફૂડ બનાવવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે અને હવે લોકો આ ક્રેઝને અનુસરી પણ રહ્યા છે. ત્યારે હવામાન ગમે તે હોય, પણ સાંજે ચા સાથે થાળીમાં પકોડા મળી જાય તો મજા આવી જાય..! તમે અલગ-અલગ પ્રકારના પકોડા તો ખાધા જ હશે. જેમાં મરચાં, બટેટા અને ડુંગળીના પકોડા તો ચોક્કસ ખાધા જ હશે, આ વાયરલ વીડિયોમાં યુવક એવા પકોડા બનાવી રહ્યો છે જે જોયા બાદ તમને પણ થશે કે શું ભાઈ ફ્રુટ સાથે આવી મજાક ! તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય આવા ભજીયા વીશે જેમાં યુવક સફરજન અને જામફળના પકોડા બનાવી રહ્યો છે.

વીડિયો વાયરલ

વિચિત્ર ડમ્પલિંગનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ જોયા પછી, તમે પણ ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે તમે ફળોના ડમ્પલિંગ વિશે વાંચ્યું અથવા સાંભળ્યું હશે. આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ પહેલા સફરજન અને જામફળ લે છે અને પછી તેને ગોળાકાર કાપે છે અને તે ફળોને ચણાના લોટમાં નાખીને ડીપ-ફ્રાય કરે છે અને તે પકોડા તૈયાર કરે છે અને સર્વ કરે છે.

વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા

આ વીડિયોને ટ્વિટર પર @nickhunterr નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખ્યા ત્યાં સુધી 18 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ફ્રુટ્સ સાથે આવું કોણ કરે છે ભાઈ! તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘નરકના દરવાજા આ વ્યક્તિ માટે જ ખુલશે.’ આ સિવાય જ્યાં કેટલાક લોકોએ તેને અદ્ભુત કોમ્બિનેશન ગણાવ્યું.. તો બીજી તરફ કેટલાક લોકો ખૂબ જ ક્લાસ લગાવી રહ્યા છે.