જ્યારે માતાને ખબર પડી કે દીકરો દર્શ સક્સેના હવે રિહાન અન્સારી બની ગયો, Facebook ચેટથી થયો ખુલાસો

|

Jun 24, 2021 | 6:54 PM

Religious conversion Racket : તે ફેસબુક મેસેંજર પર નૂરી નામની યુવતી સાથે ચેટ કરતો હતો. ચેટમાં તેણે અલ્લાહનો સંદેશો એક લાખ લોકો સુધી પહોંચાડવા માટે તેમના પુત્ર સાથે વાત કરી હતી.

જ્યારે માતાને ખબર પડી કે દીકરો દર્શ સક્સેના હવે રિહાન અન્સારી બની ગયો, Facebook ચેટથી થયો ખુલાસો
વર્ષ -2017માં અચાનક દર્શ ઘર છોડી નીકળી ગયો. તે સમયે તે 17 વર્ષનો હતો.

Follow us on

Religious conversion Racket :કન્વર્ઝન રેકેટ ચલાવતા બે આરોપીઓની ધરપકડના કેસમાં તપાસ ચાલી રહી હતી કે હવે નોઇડા ફેઝ -2 કોટવાલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફેસ -2 કોટવાલી પોલીસમાં તેના પુત્ર દર્શ સકસેના (Darsh Saxena) ‘રિહાન અન્સારી (Rihan Ansari) બન્યા’ હોવાની ફરિયાદ કરી છે.

મહિલાનો દાવો છે કે તેનો પુત્રનું ધર્મ પરીવર્તન થયું છે. કોટવાલીના પ્રભારી સુજિત ઉપાધ્યાય કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સેક્ટર -93 માં ગેઝા ગામની રહેવાસી શિવાની સક્સેનાએ જણાવ્યું કે અગાઉ તે સેક્ટર -31 માં આવેલા નિથારી ગામમાં રહેતી હતી. એક મુસ્લિમ પરિવાર પાડોશમાં રહેતો હતોપાડોશી મુસ્લિમ પરિવાર સાથે એક બીજાના ઘરે આવવા-જવાનો વહેવાર પણ હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દર્શ ITI કરી રહ્યો હતો. મુસ્લિમ પરિવારની એક છોકરી પણ તેની સાથે જતી હતી. વર્ષ -2017 માં અચાનક દર્શ ઘર છોડી નીકળી ગયો. તે સમયે તે 17 વર્ષનો હતો.

પાછલા દિવસે જ્યારે તેણે તેમના દીકરાની ફેસબુક ચેટ ખોલીને જોયું તો દર્શ સક્સેના હવે રિહાન અન્સારી બની ગયો હતો. તે ફેસબુક મેસેંજર પર નૂરી નામની યુવતી સાથે ચેટ કરતો હતો. ચેટમાં તેણે અલ્લાહનો સંદેશો એક લાખ લોકો સુધી પહોંચાડવા માટે તેમના પુત્ર સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના દીકરાએ હવે ફેસબુક તેમજ અન્ય ઇન્ટરનેટ મીડિયાથી પોતાની આઈડી ડિલીટ કરી નાંખી છે. અત્યારે તે કૈરાનામાં છે.

બીજી તરફ ધર્મ રક્ષા મંચ પટૌડીની આગેવાની હેઠળ ઇંછાપુરીના પ્રાચીન શિવ મંદિર સંકુલમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ અને સરપંચ એકતા મંચની અધ્યક્ષતામાં પંચાયત યોજાઇ હતી. આ પંચાયતના વિવિધ વક્તાઓએ જણાવ્યું હતું કે ધર્મ રૂપાંતર અને લવ જેહાદની વધતી જતી ઘટનાઓને રોકવા માટે દરેકને જાગૃત કરવાની જરૂર છે.

વક્તાઓએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ સમુદાયના કેટલાક લોકો આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ વિસ્તારમાં ઘણા લોકો ભાડા પર રહે છે. આમાં રોહિંગ્યા અને કેટલાક ગુનેગારોનો પણ હોય શકે છે.

આ પણ વાંચો : ખુશ ખબર: H-B1 Visa નહીં મેળવનારા ફરીથી કરી શકે છે Apply, ભારતીયોને થઈ શકે છે ફાયદો

Published On - 6:52 pm, Thu, 24 June 21

Next Article