Narasimha Jayanti 2021: જાણો નરસિંહ જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધી

|

May 25, 2021 | 9:51 AM

ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ 10 અવતાર ધારણ કર્યા હતા. નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે.

Narasimha Jayanti 2021: જાણો નરસિંહ જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધી
Narasimha Jayanti 2021

Follow us on

આ વર્ષે નરસિંહ જયંતી 25 મે, મંગળવારના રોજ છે. જે શુક્લ પક્ષની વૈશાખી ચતુર્દશી એટલે કે પૂર્ણિમાના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ 10 અવતાર ધારણ કર્યા હતા. નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. આ અવતારનું સ્વરૂપ અડધું મનુષ્ય અને અડધું સિંહનું છે.

ભગવાન વિષ્ણુના દરેક અવતારનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં નરસિંહ અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે પધારે છે. હિરણ્યકશિપુને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું, જેનાથી તે અમર થઈ ગયો હતો. લોકો પર અત્યાચાર કરનારા હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો હતો.

નરસિંહ જયંતિ 2021 પૂજા સમય
1. પૂજા બપોરે 04: 26 થી સાંજે 07: 11 દરમિયાન થશે.
2. ચતુર્દશી તિથી 25 મે 2021 ના ​​સવારે 12.11 વાગ્યે શરૂ થશે અને 25 મે 2021 ના ​​રોજ રાત્રે 08: 29 વાગ્યે સમાપ્ત થશે.
3. સંકલ્પ તિથિ સવારે 10:56 થી બપોરે 01:41 દરમિયાન છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ધાર્મિક વિધિ
આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે. બપોરના સમયે ‘સંકલ્પ’ કરો અને સૂર્યાસ્ત પહેલા પૂજા કરો. જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધોથી રક્ષણ મેળવવા માટે શક્તિશાળી નરસિંહ કવચ મંત્રનો જાપ કરો. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને દેવતાની ચિત્ર પ્રતિમાં કે મૂર્તિ સમક્ષ પૂજા કરો.

નરસિંહ ભગવાનને દાળ, ગોળ, ફૂલ, મીઠાઇ, ચંદન અને શ્રીફળ ધરાવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભક્તો જો વસ્ત્ર, ધાતુ, અન્ન અને તલનું દાન કરે છે, તો તે શુભ મનાય છે.

Next Article