
મુંબઈ પોલીસે (Mumbai Police) એક મોટરસાઈકલ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media ) પર શેર કર્યો છે, જેમાં બે વ્યક્તિઓ સ્ટંટ દેખાડવામાં અને દેખાડવામાં પડી જાય છે. મુંબઈ પોલીસે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે બાઈક ચાલક અને પાછળ બેઠેલા વ્ય્કતિ પર વધારે સ્પીડ અને ખતરનાક ડ્રાઈવિંગ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરાઓ હેલ્મેટ વગર બાઈક ચલાવતા જોવા મળે છે. રસ્તા પર, તેઓ એક ગીત સાથે લિપ સિંક કરતી જોવા મળે છે. પછી સ્ટંટ દરમિયાન બાઈક પાછળ બેસેલો છોકરો રાઈડરને છરી મારવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે કુદીને ઉતરી જાય છે અને ફરી વીડિયોના અંતમાં ડ્રાઈવર પોતે રસ્તા પર પડવાનું નાટક કરે છે. આ દરમિયાન આસપાસના લોકો ડરીને બુમાબુમ કરવા લાગે છે.
Attention barbie girl, it's the real world
Life isn't plastic- safety’s fantastic!Take precaution, life is your creation.
Both the accused booked under section 279 of IPC & MVA sections for dangerous & rash driving. License suspended too! #TunesOfLaw #RoadSafety pic.twitter.com/OGxYBS0XKi
— Mumbai Police (@MumbaiPolice) August 12, 2021
સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને મુંબઈ પોલીસે એક જબરદસ્ત નિવેદન આપ્યું, તેઓએ આવા સ્ટંટ ડ્રાઈવરોને ચેતવણી આપવા માટે એક્વાનું પ્રખ્યાત ગીત ‘બાર્બી ગર્લ’ના લિરિક્સનો ઉપયોગ કર્યો. મુંબઈ પોલીસે ટ્વીટર પર લખ્યું, ‘ધ્યાન આપો બાર્બી ગર્લ, આ વાસ્તવિક દુનિયા છે. જીવન પ્લાસ્ટિકનું નથી – આવી પરિસ્થિતિમાં સલામતી વધુ જરુરી છે!
તેમણે કહ્યું કે બંને આરોપીઓ સામે IPCની કલમ 279 અને MVAની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસ અવારનવાર પોતાની આગવી શૈલીને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈ પોલીસની પોસ્ટ્સ એટલી ક્રિએટીવ હોય છે કે લોકોનું ધ્યાન જતું રહે છે. મુંબઈ પોલીસની આ સ્ટાઈલ દરેકને ખૂબ ગમે છે. કોરોના સંકટમાં મુંબઈ પોલીસ લોકોને જાગૃત કરવા માટે ઘણી રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી રહેતી, જે લોકોને જોવી ખૂબ ગમતી.
આ પણ વાંચો :ગૂગલે Doodle દ્વારા ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી અને પ્રભાવશાળી કવિ સુભદ્રા કુમારી ચૌહાણનું કર્યું સન્માન
આ પણ વાંચો :Viral Video : માથા પર 32 ઈંટ ઉપાડતા મજૂરનો વીડિયો જોઈ આનંદ મહિન્દ્રા પણ થઈ ગયા આશ્ચર્યચકિત, જુઓ Video