
જો તમે પણ મોમોઝ ખાવાના શોખીન છો તો આ વીડિયો તમારા જોખમે જુઓ. કારણ કે, આ જોયા પછી તમે તમારો ગુસ્સો પર કંન્ટ્રોલ ગુમાવી શકો છો. મેગી, બર્ગર, પિઝા, મંચુરિયન, ચોકલેટ જેવી ઘણી અલગ-અલગ મોમોની રેસિપી જોઇ લોકોને આમ પણ ગુસ્સો આવે છે ત્યારે , હવે એક સ્ટ્રીટ વેન્ડરે ફ્યુઝનના નામે મોમોઝ સાથે રમત કરી છે, તે અત્યાચારથી ઓછું નથી. વાયરલ ક્લિપ જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
તમે ઘણા પ્રકારના મોમોઝ ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય ‘મોમો ચાટ’ ખાધી છે? ના, તો હવે એ પણ જુઓ કે કેવી રીતે બને છે આ વિચિત્ર વાનગી? વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે વિક્રેતા મોમોને તળ્યા પછી તેના પર ચાટ મસાલો છાંટે છે. પછી તેમાં સૂકું આદુ અને લીલી ચટણી નાખ્યા પછી તેના પર દહીં નાખે છે. આ પછી, ફરીથી ચાટ મસાલો છાંટ્યા પછી, ફરીથી બંને ચટણી નાખીને દાડમના દાણા અને બીટરૂટ સાથે સર્વ કરો.
મોમો ચાટની રેસીપીનો વીડિયો radiokarohan નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ભારે નારાજગી વ્યક્ત કરતા યુઝરે કેપ્શન આપ્યું છે, કોમેન્ટમાં હાય-હાય લખો. મોમો ચાટની રેસિપી જોઈને લોકોનો પારો પણ ઊંચો થઈ ગયો. હવે આ ક્લિપ જોઈને લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. લોકોએ દુકાનદાર પર માછલા ધોવાના શરૂ કરી દિધા છે. તો કોઇ કહે છે કે બિચારા મોમાઝ પર અત્યાચાર થઇ રહ્યો છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું મોમોસ કોમ્યુનિટીના સમર્થનમાં આનો વિરોધ કરું છું. અન્ય એક યુઝર કહે છે કે, આ વ્યક્તિ મોમો સાથે અન્યાય કર્યો છે તે નરકમાં જશે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘ટિક્કી પૂછતી હશે કે શું મારે નોકરી છોડી દેવી જોઈએ. એકંદરે, મોમો ચાટની રેસીપી જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ગુસ્સે છે.