ડિનર ડેટ પર વ્યક્તિના દાંત નીકળી આવ્યા બહાર, મહિલાએ શેર કર્યો તેનો વિચિત્ર ડેટિંગ એક્સપિરિયન્સ

|

Dec 11, 2021 | 6:55 PM

એમીઝ આ વ્યક્તિને Tinder પર મળ્યા હતા. એમીસ આ માણસની રસપ્રદ વાતથી એટલી પ્રભાવિત થઇ હતી કે તેણે તરત જ બીજા દિવસે ડેટ પર જવાની તેની ઓફર સ્વીકારી લીધી.

ડિનર ડેટ પર વ્યક્તિના દાંત નીકળી આવ્યા બહાર, મહિલાએ શેર કર્યો તેનો વિચિત્ર ડેટિંગ એક્સપિરિયન્સ
Weird Dating Experience

Follow us on

વિદેશોમાં ડેટિંગ સામાન્ય બની ગયું છે, પરંતુ હવે ભારતમાં પણ આ સંસ્કૃતિએ જોર પકડવાનું શરૂ કર્યું છે. અહીં પણ ઘણા લોકો એકબીજાને સમજવા માટે ઓનલાઈન ફ્રેન્ડશિપ પછી ડેટ કરે છે. જો આ ડેટ સફળ થાય છે તો તેમની મિત્રતા સંબંધમાં બદલાઈ જાય છે. જો કે, ઘણા લોકો માટે, તેમની ડેટ કડવો અનુભવ સાબિત થાય છે. આવું જ કંઈક અમેરિકાની એક ટિકટોકર મહિલા સાથે થયું. આ મહિલાએ પોતાની ડેટનો ખૂબ જ ખરાબ અનુભવ સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કર્યો છે.

અમેરિકાના ઇન્ડિયાનાની રહેવાસી એમિસ ટિકટોક પર ખૂબ જ લોકપ્રિય છે. તેણે હાલમાં જ એક ટિકટોક વીડિયો શેર કર્યો અને તેના વિચિત્ર ડેટિંગ અનુભવ વિશે જણાવ્યું. એમિસે જણાવ્યું કે તે એક અજાણ્યા વ્યક્તિ સાથે ડેટ પર ગઈ હતી. પરંતુ આ ડેટ તેના માટે એટલી ખરાબ સાબિત થઈ કે તે ત્યાંથી પરત આવતા જ તેણે પહેલા છોકરાને હંમેશા માટે બ્લોક કરી દીધો. તમને જણાવી દઈએ કે એમીઝ જે વ્યક્તિ સાથે ડેટ પર ગઈ હતી, તેના દાંત જમતી વખતે બહાર આવી ગયા હતા. આ સિવાય જ્યારે બંને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પણ આ વ્યક્તિએ ગાળો ભાંડી વાતાવરણ બગાડ્યું હતું.

એમીઝ આ વ્યક્તિને Tinder પર મળ્યા હતા. એમીસ આ માણસની રસપ્રદ વાતથી એટલી પ્રભાવિત થઇ હતી કે તેણે તરત જ બીજા દિવસે ડેટ પર જવાની તેની ઓફર સ્વીકારી લીધી. જો કે, બીજા દિવસે, વ્યક્તિએ તેની કાર ડેમેજ હોવાનો ઢોંગ કર્યો અને એમિસને કહ્યું કે તે તેને લેવા માટે આવી શકશે નહીં. આ પછી તેણે એમિસને પોતાના ઘરે બોલાવી. એમીઝ કહે છે કે આ દરમિયાન બંને એટલા મોડા પડ્યા હતા કે તેઓ તેમનું બુક કરેલું ડિનર ચૂકી ગયા હતા.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આટલું બધું થયા પછી, વ્યક્તિએ એમિસને કહ્યું કે હવે તે પહેલા તેના ઘરની જરૂરી વસ્તુઓ ખરીદશે. આ પછી બંને કોઈ રેસ્ટોરન્ટમાં જશે. એમીઝ પણ આ માટે સંમત થઈ ગઈ અને પછી બંનેએ એમીઝની કારમાં ખરીદી કરી અને પછી ભોજન લેવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા.

એમીઝે વિચાર્યું પણ નહોતું કે તે જેની સાથે જમવા માટે બહાર ગઈ હતી, જમતી વખતે તેના દાંત બહાર આવી જશે. આ જોઈને તેના હોશ ઉડી ગયા. આ પછી, એમીઝે તરત જ ડેટ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. મજાની વાત એ છે કે ઈચ્છા ન હોવા છતાં પણ વ્યક્તિએને પોતાની કારમાં લિફ્ટ આપવી પડી હતી. પણ એ વ્યક્તિએ જે કર્યું એ પછી એમિઝનો પારો સાતમા આસમાને ચડી ગયો. પેટમાં ગેસ બનવાને કારણે વ્યક્તિએ કારમાં જ દુર્ગંધ ફેલાવવાનું શરૂ કર્યું. એમીઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો –

Vijay Hazare 2021: બરોડાનો પુંડુચેરી સામે 5 વિકેટે જબરદસ્ત વિજય, ધ્રુવ પટેલની વિક્રમી કજૂંસાઇ ભરી બોલીંગથી 82 રન પર હરીફ ટીમ સમેટાઇ ગઇ

આ પણ વાંચો –

દિગ્ગજ ફૂટબોલર Diego Maradonaની ચોરી થયેલી ઘડિયાળ આસામથી જપ્ત, આરોપીની ધરપકડ કરવામાં આવી

Next Article