Viral video : માણસે જુગાડ કરીને સાઇકલને બુલેટમાં ફેરવી દીધું, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયા હાલના દિવસોમાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શખ્સે સાઇકલ સાથે જુગાડ કરીને તેને રોયલ એનફિલ્ડ બુલેટમાં બદલી દીધું છે.

Viral video : માણસે જુગાડ કરીને સાઇકલને બુલેટમાં ફેરવી દીધું, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
viral video (Ps: twitter)
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:45 AM

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર આવા ઘણા વીડિયો જોવા મળશે. જેમાં દેશી જુગાડ લગાવીને સૌથી મોટી સમસ્યાનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને યુઝર્સ વિચારી રહ્યા છે કે શું કોઈ પોતાના શોખ પૂરા કરવા માટે આવું કરી શકે છે. પરંતુ આ શોખ પૂરો કરવા માટે ઓછા ખર્ચે વપરાતો આ જુગાડ બધાને પસંદ આવી રહ્યો છે. દરેક વ્યક્તિ આ શખ્સની પ્રશંસા કરતા હોય તેવું લાગે છે.

આ દિવસોમાં દેશના યુવાવર્ગમાં ટુ વ્હીલર તરફ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાંથી પણ યુવાનોને રોયલ એનફિલ્ડ બુલેટ સૌથી વધુ પસંદ આવે છે. આ દિવસોમાં રોયલ એનફિલ્ડ બુલેટને લઈને યુવા પેઢીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે દરેક તેને પોતાની રીતે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજકાલ એક વ્યક્તિ પોતાના જુગાડ માટે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ ગયો છે. જે Royal Enfield Bullet સાથે પ્રયોગ કરતા જોઈ શકાય છે.

વિડિયોમાં, એક વ્યક્તિ સાયકલને રોયલ એનફિલ્ડ બુલેટ બનાવીને ચલાવતો જોઈ શકાય છે. જે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. હકીકતમાં, આ વ્યક્તિએ રોયલ એનફિલ્ડ બુલેટ ચલાવવાનું સપનું પૂરું કરવા માટે બુલેટના પાર્ટસને પોતાની સાઇકલમાં એસેમ્બલ કર્યા છે. આ વ્યક્તિએ તેની સાઇકલમાં હેડલાઇટ, ટાંકી, સીટ અને બુલેટનો પાછળનો ભાગ ઉમેર્યો છે. જેને એક નજરમાં જોઈને કોઈ પણ તેને રોયલ એનફિલ્ડ બુલેટ જ ગણશે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેને બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 90 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. હાલ આ દેશી જુગાડની સોશિયલ મીડિયા પર ચર્ચા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Women Health : ફર્ટિલિટીની સમસ્યાથી બચવા Egg Frizzing વિશે વધુ જાણો આ આર્ટિકલમાં

આ પણ વાંચો : આયર્લેન્ડના સમુદ્રમાં ‘ફાયર ડ્રિલ’, રશિયા-અમેરિકા અને ફ્રાન્સના યુદ્ધ જહાજો મળ્યા જોવા