દિલ્હીના ‘મંજનુ કા ટીલા’ વિસ્તારમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક પોલીસકર્મીએ બહાદુરીથી એક વ્યક્તિને યમુના નદીના દલદલમાં ડૂબતા બચાવ્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. તેમજ લોકો પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ દલદલમાં ડૂબી રહ્યો છે અને મદદ માટે અવાજ આપી રહ્યો છે. તે દરમિયાન નજીકમાં ઉભેલી પોલીસે તે વ્યક્તિની મદદ કરી અને તેનો જીવ બચાવ્યો.
ઉત્તર દિલ્હીના ડીસીપી સાગર સિંહ કલસીના જણાવ્યા મુજબ, કોન્સ્ટેબલ શિવકુમાર ‘મંજનુ કા ટીલા’ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન તેમણે યમુના કિનારે એક માણસની ચીસો સાંભળી. ત્યારબાદ તેઓ સ્થળ પર પહોંચ્યા. શિવકુમાર મંજુએ એક માણસને જોયો જે યમુના નદીના કાદવમાં ડૂબી રહ્યો હતો. આશરે 10-15 ફૂટ ઉંડી જગ્યા હતી જ્યાં પીડિત મદદ માટે રડી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વીડિયો બકલોલ શેખરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે તે વ્યક્તિને બચાવવા માટે શિવકુમારે ઘણાં બધાં દોરડાં અને કેટલાક જૂના કપડાં એકત્રિત કર્યા હતા, ત્યારબાદ તેણે એક લાંબી દોરડી તૈયાર કરી હતી. પછી શિવકુમારે તે વ્યક્તિ તરફ દોરડું ફેંક્યુ અને તેને પકડીને ઉપર આવવાનું કહ્યુ, આ રીતે તે વ્યક્તિનો જીવ બચી જાય છે.
આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘દિલ્હી પોલીસને સલામ’ બીજા યુઝરે લખ્યું, ‘કોઈની જિંદગી બચાવવી ખૂબ જ સારી વાત છે’, આ સિવાય બાકીના યુઝરે ઈમોટિકન શેર કર્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –